સમ્રાટ અશોક વિજયા દશમીના દિવસે ધંધુકા શહેરમાં બુદ્ધ ઘમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સમ્રાટ અશોક વિજયા દશમીના દિવસે ધંધુકા શહેરમાં બુદ્ધ ઘમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું.


આજે સમ્રાટ અશોક વિજ્યા દશમી દિવસ ના રોજ "ધંધુકા મુકામે" એક ભવ્ય "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ" નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન "ધંધુકા બૌદ્ધ સંઘ" થકી કરવામાં આવ્યું હતું. સાથે સાથે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" ની ટીમ દ્વારા પણ આ આયોજન/કાર્યક્રમ સંચાલિત કરવામાં આવેલ.જેમાં દીક્ષાદાયક તરીકે "આયુ. સિંહલ બોધિધર્મન " હતા.

આ દીક્ષા સમારોહ માં કુલ 5 જિલ્લાના આશરે 36 દીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને આયુ. બોધિધર્મન જી દ્વારા બુદ્ધ ધમ્મ ની દીક્ષા આપી,બાબાસાહેબ ની 22 પ્રતિજ્ઞા બોલાવી, તેમને મૂળ ધમ્મ માં ઘર વાપસી કરાવી હતી.

આ કાર્યક્રમ માં 1 કલાક માટેની ભવ્ય નગરયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે "શરૂઆત બુક સ્ટોર" નું "બુદ્ધ વંદના" નામનું પુસ્તક નું વિમોચન કરી સૌને નિશુલ્ક ભેટ તરીકે આપવામાં આવેલ.

ત્યારબાદ અંતે "બૌદ્ધ સ્મશાન ભૂમિ" પર સૌ સાથે ભોજન ગ્રહણ કરવામાં આવેલ.આમ આ સુંદર આયોજન બદલ "સમસ્ત ધંધુકા બૌદ્ધ સંઘ" ને અમો લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.