સાબરકાંઠા જિલ્લામાં-: સારા વરસાદે ખુશ ખેડૂતોને પાછોતરા વરસાદથી પાકોમાં નુકશાન થવાની ભીતિ,મગફળી વરસાદથી પલળી...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: સારા વરસાદે ખુશ ખેડૂતોને પાછોતરા વરસાદથી પાકોમાં નુકશાન થવાની ભીતિ,મગફળી વરસાદથી પલળી……


સાબરકાંઠા જિલ્લામાં-:
સારા વરસાદે ખુશ ખેડૂતોને પાછોતરા વરસાદથી પાકોમાં નુકશાન થવાની ભીતિ,મગફળી વરસાદથી પલળી......
--------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:બે દિવસથી વરસતાં પાછોતરા વરસાદને લઇ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે.ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું.સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું. છેલ્લા બે દિવસ વરસેલા પાછોતરા વરસાદને લઈ મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે..

જેને કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.મગફળી અને કપાસના પાકને નુકસાન વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલી મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે..

આ અંગે ખેડૂત વિપુલ પટેલ અને કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે,કપાસમાં હાલનો સમય વિણામણનો છે.તે જ સમયે વરસાદ વરસતાં તૈયાર કપાસ પીળો પડી જશે સાથે રોગચાળો પણ આવવાની દહેશત રહેલી છે.તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને કારણે જમીનમાંથી નીકળેલી મગફળી ભીંજાઈ હોવાથી જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી..

જમીનમાં જે મગફળી છે તેને ઉપાડવાનો સમય પણ થઈ ચૂક્યો છે,પરંતુ વરસાદને લઇ હવે નિકળી શકશે નહીં અને મગફળી જમીનમાં જ ફરીવાર ઉગવા લાગશે એટલે કે, હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે એટલે કે,ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવો પડશે.72000 હેક્ટરમાં મગફળીનું અને 50,000 હેક્ટરમાં કપાસનું વાવેતર,સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા સિઝન દરમિયાન અંદાજિત 72000 હેક્ટરમાં મગફળીનું વાવેતર અને 50,000 હેક્ટરમાં કપાસનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે..

એક વિઘે મગફળીમાં ખેડૂતોએ 16000 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચ કરી મગફળી તૈયાર કરી હતી. પરંતુ, તૈયાર મગફળી પર જ વરસાદી પાણી વરસતાં ખેડૂતોને ઉત્પાદન ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે.આ સાથે ભીંજાયેલી મગફળીમાં ભાવ પણ યોગ્ય મળશે નહીં જેને કારણે ખેડૂતોને બમણો માર સહન કરવો પડશે. તો બીજી તરફ કપાસનું વાવેતર કરતાં ખેડૂતોએ એક વિઘામાં 20 થી 22 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી લીધો છે. પરંતુ વરસાદને લઈ કપાસના પાકમાં પણ નુકસાન સર્જાયું હતું.આશા પર પાછોતરા વરસાદે પાણી ફેરવ્યું..

તૈયાર કપાસ પર પાણી પડવાથી કપાસ પીળું થવું અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યાં છે.મહામુસીબતે તૈયાર કરેલા પાક પર કુદરતી આફત આવી પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.વરસાદને લઇ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી.પરંતુ આ આશા પર પાછોતરા વરસાદનું પાણી ફરી વળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.