સ્વાઈન ફલૂથી મહિલાનું મોત, મૃતાંક ચાર થયો
ખાનગી હોસ્પિટલમાં 24 તારીખથી સારવાર ચાલી રહી હતી, 26મીએ રિપોર્ટ કરાવ્યો
રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂનો આંક ચાલુ વર્ષે 100 કરતા પણ વધુ ગયો છે અને હવે ચોથું મોત થતા તંત્ર ફરી જાગ્યું છે અને કાર્યવાહી ચાલુ કરી છે. શહેરના રાજકીય અગ્રણીના પરિવારની આશરે 50 વર્ષની મહિલાને તાવ અને શરદી સહિતની સમસ્યા થતા 21 તારીખે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં વધુ તબિયત લથડતાં 26મીએ રિપોર્ટ કરાયા હતા જેમાં સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થયું હતું. સ્વાઈન ફ્લૂનું નિદાન થતા પ્રોટોકોલ મુજબ સારવાર ચાલુ કરાઈ હતી પણ તે કારગર ન નિવડતા 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.