ધંધુકાના વિદ્યાર્થીનું ઈકોમાં અપહરણ કરી છરીની અણીએ ખંડણી મંગાઈ. - At This Time

ધંધુકાના વિદ્યાર્થીનું ઈકોમાં અપહરણ કરી છરીની અણીએ ખંડણી મંગાઈ.


ધંધુકાના વિદ્યાર્થીનું ઈકોમાં અપહરણ કરી છરીની અણીએ ખંડણી મંગાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં રહેતો અને અમદાવાદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શખ્સ ઈકો કારમાં અપહરણ કરી એક ઘરમાં ગોંધી રાખી છરીની અણી એ ખંડણી માંગી માર માર્યા બાદ વિદ્યાર્થીએ
રૂપિયાની વ્યવસ્થા કરતા શખ્સ તેને રૂપિયા લેવા બજારમાં લઈ જતા વિદ્યાર્થી મોકો જોઈ ભાગ્યો હતો ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકાની પીપલ્સ વાળી શેરીમાં રહેતા અને અમદાવાદની ગુજરાત કોલેજમાં બી એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેમાંગભાઈ બંસીભાઈ ચાવડાએ ધંધુકા પોલીસ મથકમાં વિજય મકવાણા ( મીરાવાડી , ધંધુકા ) નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી કે , આજે સવારે ૧૦.૨૦ કલાકના સુમારે તેના મિત્ર પ્રદિપએ તેને ફોન કરી વિજય સાથે વાત કરાવતા તેર્કો ગુજરાત બેકરી પાસે બોલાવતા તેઓ ત્યા જતા વિજયે તેને ઈકો
ગાડીમાં એક કામ છે . તેમ કહી બેસાડી એક રૂમમાં લઈ જઈ માર મારીને છરી બતાવી આજે તો તને મારી જ નાખવો છે કેમ કે તારા ભાઈ પાસે ૧ હજાર માંગતા તેણે ૪૦૦ રૂપિયા જ આપેલ છે . હવે તારે મને ૨૫૦૦૦ આપવા પડશે . નહીંતર આ છરી તેને પૌરવી દઈશ તેમ કહી બળજબરીથી નાણા માંગતા તેણે નાણા માટે તેને મિત્રોને ફોન કરતા કોઈ સેટીંગ ન થતા ફરી ઢીકાપાટુનો માર મારેલ બાદ તેમ સુરત રહેતા તેના દાદાના દિકરા ઉમેશભાઈ હજીવનભાઈ ચાવડાને ફોન
કરી રૂપિયા માંગ્યા હતા . અને વિજયે પણ તેના ભાઈ પાસે ફોનમાં ખંડણી માંગી હતી . બાદ તેના ભાઈએ રૂપિયા બાબતે વાત કરતા વિજયે ભીંડીબજારમાં અતુલ રેડીમેઈડની દુકાને બોલાવવા કહેલ જેથી તેના ભાઈને ત્યા રૂપિયા મોકલાવવા માટે કહેતા વિજય બાઈક ઉપર તેને લઈને જતા તેઓ મોકો જોઈ નાસી છુટ્યો હતો . ઉક્ત બનાવને પગલે ભારે ચક્ચાર મચી જવા પામી હતી . જ્યારે પોલીસે શખ્સ સામે આઈપીસી .૩૬૪ , ૩૮૭ મુજબ ગુનો દાખલ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.