કરુણા એનિમલ એબ્યુલન્સને પાંચ વર્ષ પૂર્ણ થતા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાંકેક કાપી ઉજવણી કરાઇ - At This Time

કરુણા એનિમલ એબ્યુલન્સને પાંચ વર્ષ પૂર્ણ થતા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાંકેક કાપી ઉજવણી કરાઇ


*જિલ્લામાં ૫ વર્ષમાં કુલ ૧૦,૯૦૧ પશુઓની નિ:શુલ્ક સારવાર અપાઇ*
******
*કરુણા એનિમલ એબ્યુલન્સને પાંચ વર્ષ પૂર્ણ થતા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કેક કાપી ઉજવણી કરાઇ*
********
સાબરકાંઠા જિલ્લામાં કરુણા એનિમલ એબ્યુલન્સને પાંચ વર્ષ પૂર્ણ થતા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ શાહની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે કેક કાપી ઉજવણી કરાઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં એક કરુણા એનિમલ એબ્યુલન્સ કાર્યરત છે. તેમજ ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને જી.વી.કે ઈ.એમ.આર.આઈ દ્વારા પી.પી.પી મોડલ પર આધારીત સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે. કરુણા એનિમલ એબ્યુલન્સ થકી હિંમતનગર ખાતે રખડતા પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવે છે. આ સિવાય જરૂર જણાય તો જિલ્લાના બીજા તાલુકામાં પણ આ સેવાનો લાભ આપવામાં આવે છે. કરુણા એનિમલ એબ્યુલન્સ થકી પાંચ વર્ષમાં કુલ ૧૦,૯૦૧ પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ સેવા થકી રસ્તે રઝળતા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. ઉજવણીના કાર્યક્રમમાં સારી કામગીરી કરવા બદલ ડો.સ્વીટી પટેલ અને પાયલોટ અઝિજભાઇને કલેક્ટરશ્રી તેમજ ડી.ડી.ઓશ્રીના હસ્તે પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવ્યા હતા.

આ પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ.પરેશ પટેલ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી પ્રતિક સુથાર, પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ તેમજ જી.વી.કે ઈ.એમ.આર.આઈનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.