તોલમાપના નિયમોનો ઉલ્લંઘન કરનાર ૭૮ વેપારીઓ દંડાયા - At This Time

તોલમાપના નિયમોનો ઉલ્લંઘન કરનાર ૭૮ વેપારીઓ દંડાયા


તોલમાપના નિયમોનો ઉલ્લંઘન કરનાર ૭૮ વેપારીઓ દંડાયા

ચકાસણી દરમિયાન એન્ફો નિયમ ભંગ કરનારને ₹ ૧.૮ લાખનો દંડ ફટા કારાયો

સાબરકાંઠા જિલ્લામાં તોલમાપ વિભાગ દ્વારા અવારનવાર ગ્રાહકોની સુરક્ષાને ધ્યાની લઈ વેપારી એકમોની તપાસ હાથ ધરવામાં આવે છે. આ માસ દરમિયાન મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રીની કચેરી હિંમતનગર દ્વારા ઓચિંતી મુલાકાતોનું આયોજન કરી વિવિધ એકમોની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ધી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯, ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ કોમોડિટીઝ) નિયમો ૨૦૧૧ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી ઇન્ફો નિયમો ૨૦૧૧ના ભંગ બદલ સાબરકાંઠા જિલ્લામાં કુલ ૭૮ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૧,૦૮,૦૦૦/- દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં એપ્રિલ - સપ્ટેમ્બર દરમિયાન વિવિધ એકમોમાં દરોડા પાડીને ચકાસણી-મુદ્રાંકન ફી અન્વયે રૂ. ૧૭,૧૯,૨૩૦/- ની આવક થયેલ છે એમ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ૦૦૦૦૦૦૦૦૦

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.