સૈફનો લૂક અલ્લાઉદ્દિન ખિલજી જેવો - At This Time

સૈફનો લૂક અલ્લાઉદ્દિન ખિલજી જેવો


અયોધ્યામાં ભારે ધામધૂમથી રિલીઝ કરાયેલું 'આદિપુરુષ'નું ટીઝર લોકોેને ખાસ પસંદ પડયું નથી. ખાસ કરીને રાવણના રોલમાં સૈફ અલી ખાનને શિવભક્ત રાવણને બદલે અલ્લાઉદ્દિન ખિલજી જેવો દેખાડાયો હોવાથી લોકોએ સોશિયલ મીડિયા પર ભારે ઝાટકણી કાઢી હતી.

ઓમ રાઉત દ્વારા કરોડો રુપિયાના ખર્ચે બનાવાયેલી 'આદિપુરુષ'માં રાવણ બનેલા સૈફને માથાના વાળ કાપેલા અને દાઢી મૂછ સાથે બતાવાયો છે. લોકોના મતે રાવણના ચહેરા પર સદા મદ ઝળકતો હતો પરંતુ તે કોઈ વિકૃત શાસક જેવો દેખાતો ન હતો. રાવણ બ્રાહ્મણ હતો. પ્રખર શિવભક્ત હતો. શિવભક્તની ઓળખ સમાન તિલક વિનાનો રાવણ કલ્પી શકાય જ નહીં. તેને બદલે સૈફને કોઈ મુગલ કે મધ્યએશિયાઈ આક્રમણખોર જેવો લૂક અપાયો છે.

લોકોને પ્રભાસનો લૂક પણ ખાસ પસંદ પડયો નથી.લોકોએ રામ તરીકે ટીવી સિરિયલના અરુણ ગોવિલ અને રાવણ તરીકે અરવિંદ ત્રિવેદી કેવા ઉચિત લાગતા હતા તે યાદ કર્યું હતું.

ફિલ્મનાં વીએફએક્સ અને કમ્પ્યુટર એનિમેશન પણ તદ્દન ચીલાચાલુ છે અને આ પહેલાં સંખ્યાબંધ હોલીવૂડ તથા બોલીવૂડ ફિલ્મોમાં રિપીટ થઈ ચૂક્યાં છે. ટિઝરમાં બધું બતાવવું શક્ય નથી પરંતુ હનુમાનજી તથા લક્ષ્મણની ભૂમિકા ગૌણ કરવામાં આવી છે કે શું તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.