બોટાદ ની શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે નવરાત્રી પર્વની સતત બે દિવસ રમઝ - At This Time

બોટાદ ની શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે નવરાત્રી પર્વની સતત બે દિવસ રમઝ


શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) માં સતત બે દિવસ સુધી માં આધ્યા શક્તિ ના પર્વ એવા નવરાત્રી પર્વ ની રંગારંગ ઉજવણી કરવામાં આવી એક આધ શક્તિ માં ના જ્યારે નવલાં નોરતાં ચાલતા હોય નાની નાની બાળાઓ માથે ગરબા લઈ ને ધેર ધેર ફરતી હોય અને જાણે નવદુર્ગા ભવાની માથે ગરબો લઈ ને નીકળ્યા હોય તેવુ લાગતું હતું આજે એ આપણી પરંપરા ધીરે ધીરે વિલૂપ્ત થતી જણાય છે ત્યારે આપણે હિન્દુ પરંપરા ને જાળવી રાખવા અને નવરાત્રીમાં આદ્યશક્તિ નવદુર્ગા ભવાનીના ગુણગાન કરવા બે દિવસ સુધી શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં રાસ ગરબાના આયોજનની સાથે સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેથી તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાઈ શકે તેવા હેતુથી જુ.કે.જી.થી ધોરણ ૯ સુધીના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટેપ હુડો, ત્રણ તાલી, હીચ સહિતના તેમજ ટ્રેડિશનલ રંગબેરંગી વેશભૂષાથી પેલા જનરલ પછી અલગ અલગ નાના તથા મોટા વિદ્યાર્થીઓના રાઉન્ડ રાખી ખેલૈયાઓને રાસ લેવાની મજા આવે તેવા રમણીય વાતાવરણ અને ગાર્ડનમાં ભારે ઉત્સાહથી અને કીકીયારીઓ સાથે ભારે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો શાળાના પ્રમુખશ્રી વિનોદભાઈ કાલસરીયા, મંત્રી શ્રી વિજયભાઈ ઘાઘરેટીયા શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામો તથા મીઠું કરાવીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.