રાજકોટ મંદિરના પુજારી રૂ.1800ના 50 પૈસાના સિક્કાની થેલી સાથે વેરો ભરવા પહોંચ્યા, અધિકારીઓએ પહેલા ના પાડી બાદમાં ચિલ્લર સ્વીકાર્યું
ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પુજારી પહોંચ્યા હતા. વેરા વસૂલાત શાખામાં આજે અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા. વેરા વસુલાત શાખામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા મારુતિ મંદિરના પૂજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચૂરણ લઇને આવ્યા હતા. જો કે, વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચૂરણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પૂજારીએ વિરોધ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ચિલ્લર સ્વીકાર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.