બેડીના પુલ નજીક કારે ઠોકરે મારતા બાઇક ચાલક પુલ નીચે પટકાયા:મોત - At This Time

બેડીના પુલ નજીક કારે ઠોકરે મારતા બાઇક ચાલક પુલ નીચે પટકાયા:મોત


રાજકોટ,તા.26
મોરબી રોડ પર આવેલા પુલ પર ઈકો કારના ચાલકે હડફેટે લેતા બાઈક સવાર લાલજીભાઈ પરસોત્તમભાઈ ધોકીયા(ઉ.વ.46) પુલ પરથી નીચે ફંગોળાતા તેનું મૃત્યું નિપજ્યું હતું.આ અંગે અકસ્માત કરનાર કારના ચાલક વિરુદ્ધ મૃતકના ભાઈ નાનજીભાઈ ધોકીયાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
બી-ડીવીઝન પોલીસ જણાવ્યું કે,લાલજીભાઈ સેનટીંગ કામ કરતા હતા.કોઠારીયા સોલવન્ટ પાસેની હરીદ્વાર સોસાયટી.2,શેરી નં-5 માં રહેતા હતા.આજે ગ્રીન લેન્ડ ચોકડીથી પોતાનું જીજે.10.એજે.523 નંબરનું બાઈક લઈ બેડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતા બેડીના પુલ પર પાછળથી પુર ઝડપે ધસી આવેલી ઈકો કારે તેના બાઈકને હડફેટે લેતા ફંગોળાઈને પુલ નીચે ખાબક્યા હતા.સ્થાનિક લોકોએ તત્કાળ સિવિલ લઈ આવ્યા હતા.
જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.જે મોબાઈલ હતો તે તુટી ગયો હતો.તેનું સીમકાર્ડ બીજા ફોનમાં નાખી પોલીસે ઓળખ મેળવી હતી.સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.બનાવના પગલે પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.અકસ્માત સર્જીભાગી ગયેલા ઈકો કારના ચાલક સામે ગુનો નોંધી નંબર મેળવવા બી ડીવીઝન પોલીસે તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.