રાજકોટ સાયબર ક્રાઇમમાં રોજની 8થી 9 અરજી ફેક ન્યૂડ વીડિયો કોલની, આબરૂ જવાના ડરે કેટલાય અરજી કરતા નથી ને લાખો રૂપિયા ગુમાવે છે - At This Time

રાજકોટ સાયબર ક્રાઇમમાં રોજની 8થી 9 અરજી ફેક ન્યૂડ વીડિયો કોલની, આબરૂ જવાના ડરે કેટલાય અરજી કરતા નથી ને લાખો રૂપિયા ગુમાવે છે


વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શહેર, રાજ્ય અને દેશ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પણ સાથે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જોખમરૂપ બન્યાં છે. સાયબર ક્રાઇમના ગુનામાં દિવસે ને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રોજ 25થી 30 જેટલી અલગ અલગ અરજીઓ આવે છે, જેમાં સૌથી વધુ એટલે કે લગભગ 40 ટકા અરજી ફેક ન્યૂડ કોલ માટેની હોય છે. કેટલાય લોકો આબરૂ જવાના ડરે અરજી કરતા નથી અને લાખો રૂપિયા ગુમાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.