આજ રોજ BPVM કડાણા દ્વારા આદિવાસી બેન,દીકરી ડૉ.સોનલ બેન પાંડોર પર્ અસામાજિક તત્વો એ હુમલો કાર્યો હતો તે માટે તેમને ન્યાય અપાવવા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આજ રોજ BPVM કડાણા દ્વારા આદિવાસી બેન,દીકરી ડૉ.સોનલ બેન પાંડોર પર્ અસામાજિક તત્વો એ હુમલો કાર્યો હતો તે માટે તેમને ન્યાય અપાવવા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મામલદારશ્રી ને આપેલ આવેદન પત્ર માં દર્શાવ્યા પ્રમાણે
જણાવાયુ છે કે તારીખ ૦૭/૦૯/૨૦૨૨ ના રોજ મુઠીયા અર્બન હેલ્થ સેન્ટર , ભરવાડ વાસ પાસે નરોડા , અમદાવાદ ખાતે ડોક્ટર તરીકે સરકારી નોકરી કરતા અને ફરજ બજાવતા આદિવાસી મહિલા ડોક્ટર સોનલબેન બચુભાઈ પાંડોર તે દરમિયાન સાંજે પાચ વાગ્યાની આજુબાજુ ફરજના સ્થળે ભાજપ કોર્પોરેટર અને તેમના સાથીયો નામ (આરોપીઓના નામો) : - ૧ ) સોમભાઈ પટેલ ( કોર્પોરેટર ) ૨ ) કૈલાશબેન ભરવાડ ૩ ) મનીષાબેન ભરવાડ ૪ ) જયેશ ભરવાડ ૫ ) ખોડાભાઈ દરબાર જેઓ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી , કાવતરું રચી , પોતાનો ઈરાદો પાર પાડવા આવેલ અને અમારી બેન દીકરી સાથે બીભસ્ત વર્તન કરેલ , ગાળો આપેલ , છેડતી કરેલ , જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં ઉતારી પાડેલ છે , અપમાન કરેલ , ઓફિસમાં જબરજસ્તી પકડી બોટલમાંથી પાણી પીવડાવેલ , ફરજમાં રુકાવટ , અને અહી જ મેટર પતાવવા અને માફી માંગવા કહેલ નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તો તે બાબતે અમારી બહેન, દીકરી ને ન્યાય મળે અને આરોપીયોને સખ્ત માં સખ્ત સજા થાય એવી અમો સરકાર ને રજુવાત કરીયે છીયે
આમ ડો સોનલ બેન પાંડોર ને ન્યાય મળે તે માટે દરેક આદિવાસી વિસ્તારો માં મામલતદાર શ્રી ઓ ને આવેદન પત્ર આપવામાં આવ્યાં છે તે પ્રમાણે કડાણા તાલુકામાં પણ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.