રાજકોટમાં મેઘસવારી યથાવત : વધુ સવા બે ઇંચ: સિઝન નો કુલ વરસાદ 44 ઇંચ
રાજકોટ શહેર ઉપર ગઇકાલે સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા અને ગઇકાલે સાંજે 7 વાગ્યા બાદ ફરી ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. અને રાત્રીનાં 10 સુધીમાં વધુ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે, આજે સવારે પણ ઘનઘોર ઘટાઓ વચ્ચે મેઘરાજાએ વ્હેલી સવારે 6.30 કલાકથી આગમન કર્યું હતું. અને સવારે 9 વાગ્યા સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.
આમ રાજકોટમાં 24 કલાક દરમ્યાન વધુ સવા બે ઇચ પાણી વરસી ગયું હતું. સવારે 9 વાગ્યા બાદ જો કે રાજકોટમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે વાદળોથી આકાશ ઘેરાયેલુ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફાયરબ્રિગેડ અનુસાર આજે સવારે 6 થી 9 દરમ્યાન રાજકોટનાં ઇસ્ટ ઝોનમાં 30 મીમી, વેસ્ટ ઝોનમાં 17 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 28 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સાથે રાજકોટમાં મોસમનો કુલ 44 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેરમાં દરરોજ સાંજનાં સમયે સાતેક વાગ્યા પછી વરસાદ વરસવાનું શરુ થયા છે. ગઇકાલે પણ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જે પછી શહેરમાં આ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 44 ઇંચ થઇ ગયો છે.
રાત્રે 10 વાગ્યા સુધીમાં મનપાના ફાયર વિભાગે નોંધેલા સતાવાર આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 24 મીમી, વેસ્ટ ઝોનમાં 05 મીમી અને ઇસ્ટ ઝોનમાં 19 મીમી નોંધાયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.