તા ૧૦ અને ૧૧ ના રોજ પાળીયાદ શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે ભારતિય મજદૂર સંઘ દ્વારા અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

તા ૧૦ અને ૧૧ ના રોજ પાળીયાદ શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે ભારતિય મજદૂર સંઘ દ્વારા અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું


*🚩શ્રી જાનકી વલ્લભો વિજયતે🚩*

*આજ રોજ સૌરાષ્ટ ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે જગ્યાના ગાદીપતી મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ થી ભારતીય મજદૂર સંઘ ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી સહદેવસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને જુનાગઢ વિભાગ હેઠળ ના ૬ જિલ્લાઓ ના વિવિધ યુનિટ ના કાર્યકર્તાઓ નો બે દિવસીય અભ્યાસ વર્ગ તા.૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ના યોજાયો...*
આ અભ્યાસ વર્ગ મા *ભા.મ.સંઘ ના* પદાધિકારીઓ
શ્રી હસુભાઈ દવે (વાઇસ પ્રેસિડેન્ટ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ)
શ્રી સહદેવસિંહ જાડેજા - ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી
શ્રી કરશનભાઈ કટારીયા - ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખશ્રી
શ્રી વી.પી. પરમાર - ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી
શ્રી અરવિંદસિંહ પરમાર -ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીશ્રી
શ્રી રાજેશભાઈ મંડલી - સ્વાપતશાચી રાષ્ટ્રીય અધ્યક્ષ
શ્રી વલ્લભભાઈ આચાર્ય , શ્રી ગીરીશભાઈ પટેલ , શ્રી ચેતનભાઈ મહેતા વગેરે હાજર રહેલ અને માર્ગદર્શન આપેલ...
આ અભ્યાસ વર્ગ ના આયોજન નો હેતુ સંઘ ના કાર્યકર્તા ને વિવિધ વિષયો - કાયદાઓ ની જાણકારી મળી રહે અને શ્રમિક કામદારો ને મૂંઝવતા પ્રશ્નોના નિકાલ અને અન્યાય સામે લડત કરી કામદારો ને યોગ્ય ન્યાય અપાવી શકાય અને *ભા.મ.સંઘ* ના કાર્યકર્તા નુ નિર્માણ થાય એ હેતુસર અભ્યાસ વર્ગ કરવામાં આવેલ...
*અભ્યાસ વર્ગ દરમિયાન પાળીયાદ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા આશીર્વચન આપેલ કે આવા કાર્યક્રમો માટે આ પવિત્ર આધ્યાત્મિક ભૂમિ ની પસંદગી નો વિચાર તોજ આવે જો પાળીયાદ ના ઠાકર નો હુકમ હોય એમા...*
*ભારતીય મજદૂર સંઘ શ્રમિક કામદારો ના હિત ના કાર્યો સતત થતા રહે એવી શુભેરછાઓ પણ પાઠવેલ...*
આ અભ્યાસ વર્ગ ના આયોજન મા શ્રી ઉદયરાજ ખાચર , શ્રી દિલીપભાઈ ખાચર , શ્રી ભુપતભાઈ ધાધલ , શ્રી રાજુભાઈ ડેરૈયા , શ્રી સમીરભાઈ જોષી , મહાવીરભાઈ ખાચર , યુવરાજભાઈ ખાચર , કુલદીપભાઈ ખાચર તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર આયોજન ને ખુબ સફળ બનાવેલ...

*🙏🏻જય વિહળાનાથ🙏🏻*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.