ગીર સોમનાથ જિલ્લાકક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ના બીજા દિવસે કલાકારોએ વિવિધ કૃતિઓ દર્શાવી
ગીર સોમનાથ જિલ્લાકક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ના બીજા દિવસે કલાકારોએ વિવિધ કૃતિઓ દર્શાવી
---------
કલા મહાકુંભના બીજા દિવસે લોકગીત ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, કાવ્યલેખન વગેરે કૃતિઓ રજૂ થઈ
-----------
ગીર સોમનાથ, તા. ૧૦: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભના બીજા દિવસે પ્રભાસ પાટણ સેન્ટમેરી હાઈસ્કૂલ ખાતે વિવિધ કલાકારોએ પોતાનું કૌવત બતાવ્યું હતું.
બે દિવસ ચાલનારા આ કલા મહાકુંભમાં આશરે ૧૦૦૦ કરતા વધુ કલાકારો પોતાનું હીર ઝળકાવશે. જેમાં બીજા દિવસે સવારે ૮.૩૦ કલાકેથી લોકગીત ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, કાવ્યલેખન, ગઝલ શાયરી તેમજ તબલા, હાર્મોનિયમ, ઓર્ગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને સ્કૂલ બેન્ડ જેવી કલાનું નિદર્શન થયું હતું.
નોંધનીય છે કે આ પહેલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પહેલા દિવસે નિબંધ, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા તેમજ લોકવાર્તા સહિત અનેક કૃતિઓ રજૂ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.