" મોંઘવારી - બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસે આપેલ બંધના એલાનમાં ડભોઇ નગરના બજારો સંપૂર્ણ બંધ રહયાં " - At This Time

” મોંઘવારી – બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસે આપેલ બંધના એલાનમાં ડભોઇ નગરના બજારો સંપૂર્ણ બંધ રહયાં “


( ઘણા વર્ષો બાદ વિરોધ પ્રદર્શનમાં શાળા કોલેજો બંધ રહેવા પામી )

રિપોર્ટ- નિમેષ સોની ,ડભોઈ

હાલમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે બંધનું એલાન કર્યુ હતું. જે અંતર્ગત ડભોઇના કાર્યકર્તાઓએ ડભોઇ નગરના મુખ્ય માર્ગો ઉપર દુકાનો ઓફિસો અને નગરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને આ બંધના એલાનમાં જોડાવા અપિલ કરી હતી. જેમાં કોંગી કાર્યકરોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
‌. હાલમાં જ્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે દેશનો નાગરિક દિવસેને દિવસે દેવામાં ડૂબતો જાય છે. ગુજરાતમાં મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકરો પેટ્રોલ - ડીઝલના વધતા ભાવ, જીએસટીમાં વધારા સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ પણ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે મેદાને ઉતર્યા છે. જેથી આજે કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આંશિક બંધને પગલે ડભોઇ નગરનાં મુખ્ય બજારોમાં આવેલ દુકાનો, ઓફિસો અને શાળાઓ બંધ કરાવવા માટે અપિલ કરી હતી જેમાં તેઓને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગૃહિણીઓનું પણ આ મોંઘવારીમાં બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ગૃહિણીઓએ પણ આ વિરોધ પ્રદર્શનમાં સાથ આપતો હતો.
‌. ડભોઇ નગરની ખાસ મુખ્ય વાત એ છે કે ઘણા વર્ષો બાદ ડભોઇ નગરમાં વિરોધ પ્રદર્શન જોડાતાં શાળા - કોલેજોના બાળકોને આજે શિક્ષણ કાર્યમાંથી મુકિત મળી હતી. ડભોઇ નગરના વેપારીઓએ સવારે ૮ થી ૧૨ કલાક સુધી આંશિક બંધ રાખવાનો નિર્ણય સ્વીકારી આ બંધના એલાનમાં તેઓ પણ સહભાગી થયા હતા. વેપારીઓએ સાથ સહકાર આપ્યો તે બદલ ડભોઇ કોંગ્રેસ સમિતિએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજના આ કાર્યક્રમ દરમ્યાન ડભોઇ કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ સતિષભાઈ રાવલ ( વકીલ), તાલુકાનાં પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત વિપક્ષનાં નેતા પ્રહલાદભાઈ પટેલ, અજય રાઠવા, સુધીરભાઈ બારોટ, મંજૂર સલાટ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.