હવે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાર કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવું બન્યું સરળ - At This Time

હવે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાર કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવું બન્યું સરળ


હવે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાર કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવું બન્યું સરળ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઈન લીંક કરવા માટે વોટરહેલ્પલાઇન એપ (Voter Helpline App) શરુ કરવામાં આવી છે. ચૂંટણીપંચની આ વિશેષ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી આધાર EPIC સાથે લીંક કરી શકાય છે. કર્મચારી, અધિકારી અથવા BLOશ્રી પોતાનું તથા પોતાનાં પરિવારજનોનું આધારકાર્ડ તેમના મોબાઈલમાં જ વોટર હેલ્પલાઈન એપથી સરળ સ્ટેપ્સ અનુસરી EPIC સાથે લીંક કરી શકશે.

આ એપ દ્વારા મતદારકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવા પ્લેસ્ટોર પરથી Voter Helpline App ડાઉનલોડ કરી Voter registration forms પર ક્લિક કરવું અને આધાર જોડવા માટે 6B form પર ક્લિક કરવું જરૂરી છે. ત્યારબાદ Let's start બટનપ્રેસ કરી, OTP મેળવવા માટે મોબાઈલ નંબર એન્ટર કરવો અને epic number એન્ટર કરી રાજ્યનું નામ દાખલ કરવું, હવે Fetch Details એન્ટર કરી, માહિતીની ચકાસણી કર્યા બાદ Proceed બટન પર ક્લિક કરવું, ત્યારબાદ આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સહિતની જરૂરી માહિતી ભરી અને Proceed બટન પ્રેસ કરવું આ તમામ પ્રક્રિયા બાદ રેફરન્સ આઈડીનો મેસેજ મોબાઈલ પર મળી શકશે. આમ હવે મોબાઇલ એપ દ્વારા સરળતાથી મતદાર કાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરી શકાશે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.