સાબરકાંઠામાં નરેગા યોજના અંતર્ગત લોકપાલ શ્રી રજનીકાંત સુથાર ની નિમણૂક કરાઈ - At This Time

સાબરકાંઠામાં નરેગા યોજના અંતર્ગત લોકપાલ શ્રી રજનીકાંત સુથાર ની નિમણૂક કરાઈ


સાબરકાંઠામાં નરેગા યોજના અંતર્ગત લોકપાલ શ્રી રજનીકાંત સુથાર ની નિમણૂક કરાઈ

   સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી  અધિનિયમ 2005 યોજના હેઠળ અમલીકરણની કામગીરી બાબતે લોકપાલને રજૂઆત કરી શકાશે. ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત અમલીકરણ થતી એમ.જી નરેગા યોજના અંતર્ગત નરેગા એક્ટની કલમ ૨૭ હેઠળ ફરિયાદોના નિકાલ માટે સરકાર શ્રી રાજ્યના દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂંક કરાઈ.  

     સાબરકાંઠા જિલ્લામાં નરેગા યોજના અંતર્ગત લોકપાલ તરીકે શ્રી રજનીકાંત બી. સુથાર ની નિમણૂક કરેલ છે. જેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, હિંમતનગર બ્લોક નંબર સી, બહુમાળી ભવનમાં રૂબરૂ મળી રૂબરૂ લેખિત રજૂઆત કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં નરેગા હેઠળ રોજગારી પ્રાપ્ત કરવી જોબ કાર્ડ ઈસ્યુ કરવા, કામ ની માંગ, વેતનની ચુકવણી, કામની ગુણવત્તા, કાર્યસ્થળની સુવિધાઓ તેમજ કોઈ દૂર વ્યવહાર વગેરે સંબંધિત લેખિત રજૂઆત કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને રોજગારી મળે, ન્યાય અને સંતોષ મળે તે હેતુથી સરકારશ્રી

દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલ શ્રી રજનીકાંત બી. સુથાર ને રૂબરૂ તથા મોબાઈલ નંબર ૯૪૨૯૯૬૭૫૭૮,  (w)  ૯૮૨૪૯૭૯૩૭૧, lokpalsk@gmail.com પર સંપર્ક કરી શકાશે.

 

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.