રાજકોટમાં પુત્રવધુએ પોલીસમાં ખોટી અરજી કરતા વૃદ્ધ દંપતીએ ફીનાઇલ પીધું, સસરાએ સારવારમાં દમ તોડ્યો
રાજકોટ શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીએ પુત્રવધુના ત્રાસથી તેમજ પુત્રવધૂએ પોલીસમાં કરેલી ખોટી ફરિયાદથી કંટાળી ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આજ રોજ વૃદ્ધ સસરાનું સારવાર દરમિયાન મોત નિપજતા હાલ એ ડિવિઝન પોલીસના સ્ટાફે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.