જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજે ભાવસાર સમાજની વાડીમાં આયુર્વેદિક સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ કેમ્પમાં ગઢડા સમસ્ત ગ્રામજનો અને આજુબાજુના ગામડાના લોકોએ પુષ્કળ પ્રમાણમાં લાભ લીધો હતો. આ કેમ્પમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના હરેશભાઈ અંબાસણા, જયેશભાઈ રાજ્યગુરુ, વિપુલભાઈ રાજ્યગુરુ, ભરતભાઈ ચાવડા, હરેશભાઈ રાજપુરા, સુરેશભાઈ વાઘેલા અને કનુભાઈ બોરીચાએ સેવા આપી હતી આ ઉપરાંત સમાજસેવા ચેરીટેબલ ટ્રસ્ટના બીપીનભાઈ સોમાણી, સૂર્યકાંતભાઈ સોમાણી, સુરેશભાઈ બલદાણીયા, વિરેન્દ્રભાઈ બલદાણીયા, રાજુભાઈ સોમાણી અને સંજયભાઈ બલદાણીયા સેવા આપેલ. આ કેમ્પમાં ડો. દેવાંગભાઈ વાળા ( મેડિકલ ઓફિસર ઢસાગામ) અને ડો. હેતલબેન માવાણી (મેડિકલ ઓફિસર મોટી કુંડળ) એ સેવા આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.