માળીયા હાટીનામાં બાકુલાધણેજ જતા રસ્તામાં મેટાડોર પલ્ટી ખાતા 4 નો આબાદ બચાવ 1 નું મોત - At This Time

માળીયા હાટીનામાં બાકુલાધણેજ જતા રસ્તામાં મેટાડોર પલ્ટી ખાતા 4 નો આબાદ બચાવ 1 નું મોત


મજૂરી કામકરી પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા દિપક નરસીભાઈ રાજગર ખુબજ નબળી પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તેમનું અવસાન મળતા પરિવારમાં શોકમાં ગરકાવ

માળીયા હાટીના થી બાકુલાધણેજ તરફ મજૂરીનો તોલ કરવા જતાં મજૂરો યુટીલિટી લઈને જતા હતા એ દરમ્યાન યુટીલિટીમાં કોઈપણ કારણ સર દેવગામ અને લાડુલી વચ્ચે ગાડી પલ્ટી ખાઈ જતા દિપક નરસીભાઈ રાજગર , તોફિકશા સફિકશા શાહમદાર, કિશોર કારાભાઈ ઉભડીયાને ઇજા થતાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડતા દિપક નરસીભાઈ રાજગર ઉ.વ. 40 ને માથાના ભાગે વધુ ઇજા થતાં ફરજ ડો. અજય બામણિયાએ મૃત જાહેર કરેલ બાકી બે મજૂર ને સામાન્ય ઇજા થઇ હતી અને ડ્રાઇવરનો રાણવીરભાઈ વિજાણંદભાઈ જુનજીયાનો તેમજ વેપારી મનહર છગનભાઇ મારવાણીયો સહિતનો આબાદ બચાવ થયો હતો આ તકે માળીયા હાટીના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા માનસિંગ ખેર , કમલેશભાઈ ડાંગર, ભાવેશભાઈ કિંદરખેડીયા, મુકેશભાઈ ડાભી સહિત પોલીસ સ્ટાફ માળીયા હોસ્પીટલ ખાતે દોડી ગયેલ આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહીછે મૃતક દીપકભાઈ ને બીમારી હોય ચારેક દિવસ પછી લોકફાળો કરી અમદાવાદ ખાતે ઓપરેશન કરાવવા જવાના હોય પરંતુ ઓપરેશ થાય તે પહેલાજ દીપકભાઈ ને કાળ આંબી જતા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.