તલાટીની પરીક્ષા મોડી થતા તૈયારી કરનારાઓમાં ડિપ્રેશન વધ્યું, નવા ઉમેદવારોમાં આશા જાગી - At This Time

તલાટીની પરીક્ષા મોડી થતા તૈયારી કરનારાઓમાં ડિપ્રેશન વધ્યું, નવા ઉમેદવારોમાં આશા જાગી


જુલાઈમાં પરીક્ષા લેવાની હતી પણ હજુ સુધી પાછી ઠેલાઈ છે અને હવે ચૂંટણી પછીની શક્યતા

રાજ્યના પંચાયત વિભાગમાં તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાઓ ખાલી પડી છે અને તેને લઈને ભરતી બહાર પાડવામાં આવી હતી અને જુલાઈમાં પરીક્ષા નિર્ધારિત થઈ હતી. જોકે કોઇને કોઇ કારણોસર પાછી ઠેલાતી આવે છે અને હવે એ ધારણા છે કે ચૂંટણી પછી એટલે કે ફેબ્રુઆરીની આસપાસ જ ભરતીપ્રક્રિયા હાથ ધરાશે. આ કારણે ઉમેદવારો પર શું અસર થઈ રહી છે અને આગળ જતા કોને ફાયદો અને કોને નુકસાન થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા શહેરના અગ્રણી શિક્ષક મૌલિક ગોંધિયાએ જણાવ્યું હતું કે, પરીક્ષા મોડી થવાથી ફાયદાને બદલે નુકસાન વધુ થાય છે જેના કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.