સલાટવાડા , મચ્છીપીઠ અને નાગરવાડામાં દબાણો હટાવ્યા.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના સલાટવાડાથી મચ્છીપીઠ થઈ નાગરવાડાના ૨૨ તા સુધીના ગેરકાયદેસર દબાણો , લારી - ગલ્લા વગેરેને આજે હટાવી સપાટો બોલાવ્યો હતો . આ કામગીરી વખતે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા . અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા . લાઈક આ વિસ્તારના દબાણો બાબતે કોર્પોરેશનને અવાર નવાર ફરિયાદો મળી હતી જેથી આજ રોજ દબાણ શાખાની ટીમ , સ્થાનિક વહિવટી વોર્ડની ટીમ અને પોલીસ વિભાગની ટીમને સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી આરંભી હતી , જેમાં મચ્છીપીઠ વિસ્તારના મુખ્યમાર્ગ અને અંદરના વિસ્તારમાં પણ દુકાનદારોએ કરેલ જાહે ૨ ૨૨ તા પરના દબાણ દૂર કરેલ હતા . આ કામગીરી દરમિયાન ૩૦ થી વધુ શેડના દબાણો તોડી દૂર કરવામાં આવ્યા હતા . જ્યારે ૨૨ લારી અને ૫૨ ચુરણ સામાન થઇ કુલ ૮ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો દબાણ હટાવવાની કામગીરી વખતે ઉપસ્થિત રહેલા મેયરે જણાવ્યું હતું કે , મચ્છીપીઠના આંતરિક રસ્તાઓ અને આજુબાજુના વિસ્તારમાં મોટાપાયે દબાણો થયેલ છે તે બાબતની ફરિયાદો વારંવાર મળતા આજરોજ દબાણ હટાવ્યા છે . પાલિકાના જાહેર રસ્તા ઉપર દબાણો થશે તો તને દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેમજ દબાણ દૂર કરવાની કામગીરી કડકાઇપૂર્વક હાથ ધરાશે . આજે આ ગીચ વિસ્તારના દબાણો દૂર થતાં વાહનો તથા રાહદારીઓની અવ ૨ - જવર સરળ બની હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.