નવાયાર્ડ વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો .
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગૌરક્ષક , ફતેગંજ પોલીસ અને પીસીબીની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી શંકાસ્પદ માસના જથ્થા સાથે ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ , શહેરના નવાયાર્ડ વિસ્તારમાં નોનવેજ વેચતા વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી સામે આવી છે . ગૌ રક્ષક , ફતેગંજ પોલીસ અને પીસીબી પોલીસની ટીમે સંયુક્ત રીતે નવાયાર્ડમાં દરોડા પાડતા શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો . બોરસદથી ગૌ માંસ ભરેલ ટેમ્પો હોવાની માહિતી સાથે પોલીસે ત્રણ વેપારીઓની પણ અટકાયત કરી ટેમ્પો અને 180 કિલો માસનો જથ્થો કબજે કર્યો છે . અગાઉ પણ નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માસના વેચાણ મુદ્દે પોલીસે દરોડા પાડ્યા હતા .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.