ખેડૂત મિત્રોએ વિવિધ શાકભાજી અને ગલગોટાના ધરૂ માટે લાભ લેવા અખબાર યાદી જાહેર કરાઈ
બાગાયત ખાતા, ગુજરાત રાજ્યાના તમામ ખેડૂત મિત્રો માટે શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્ર ( સેન્ટર ઓફ એક્સેલન્સ ) વદરાડ , તા.પ્રાંતિજ, જી- સાબરકાંઠા ખાતે મરચાં,કેપ્સીકમ, રીંગણ, ટામેટા, કાકડી, તડબુચ ,ટેટી, ગલગોટા વગેરેનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત ધરૂ પ્લગ ટ્રેની અંદર, રોગ જીવાત મુક્ત તૈયાર કરી આપવવામાં આવે છે. જેના માટે ફક્ત ૫૦ પૈસા થી ૧ રૂપિયા સુધીનો નહી નફો કે નુક્સાનના ધોરણે ચાર્જ લેવામાં આવે છે. તો જિલ્લાના ખેડૂત મિત્રોએ વધુમાં વધુ આ ધરૂનો લાભા લેવો. એમ નાયબ બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.