ફેસબુક પર જાહેરાત જોઈ ઈન્સ્ટન્ટ લોન લેનાર ઇલેકટ્રીશ્યને લોન ભરપાઈ કરી દીધી છતાં તેના મોર્ફ ન્યૂડ ફોટા વાયરલ કરાયા
- ત્રણ મોબાઈલ એપમાંથી રૂ.20 હજારની લોન લીધા બાદ રકમ ભરી દીધી હતી તેમ છતાં થોડા દિવસ બાદ ધમકી મળી વધુ રૂ.10 હજાર ભરો નહીં તો ન્યૂડ ફોટા વાયરલ કરી દઈશું - ડિંડોલીના ઇલેકટ્રીશ્યને રૂ.10 હજાર પણ ભરી દીધા છતાં તેમના સગાસંબંધીઓને તેમના મોર્ફ ફોટા મોકલ્યા સુરત,તા.24 ઓગષ્ટ 2022,ગુરૂવાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાન ઇલેકટ્રીશ્યને ફેસબુક પર જાહેરાત જોઈ ત્રણ મોબાઈલ એપમાંથી રૂ.20 હજારની લોન લીધા બાદ રકમ ભરી દીધી હતી. તેમ છતાં થોડા દિવસ બાદ તેમને મેસેજ અને વ્હોટ્સએપ કોલ કરી વધુ રૂ.10 હજાર ભરો નહીં તો ન્યૂડ ફોટા વાયરલ કરી દઈશું તેવી ધમકી આપનારાઓએ ઇલેકટ્રીશ્યને રૂ.10 હજાર પણ ભરી દીધા છતાં તેમના સગાં સંબંધીઓને તેમના મોર્ફ ફોટા મોકલ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાન ઇલેકટ્રીશ્યન સતીષ ( નામ બદલ્યું છે ) એ ત્રણ અઠવાડીયા અગાઉ ફેસબુક ઉપર તુરંત લોન પાયેની જાહેરાત જોઈ તેના પર ક્લીક કરતા એક ફોર્મ ખુલ્યું હતું.સતીષે તેમાં પોતાની તમામ પર્સનલ વિગતો ભરી હતી.એક દિવસ પછી તેને અજાણ્યા મોબાઈલ નંબરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો કે યોર લોન ઈસ પ્રોસેસ, પ્લીઝ ક્લીક ઓન લીંક. સતીષે લીંક ક્લીક કરતા એક વેબપેજ ખુલ્યું હતું અને તેમાં loan-papa, paul-case, doa-loan, aa-loan, magic-loan, ak-loan, home-loan, moon-case loan, ak-loan, credit-bee, ring-app નામની અલગ અલગ એપ હોય સતીષ અને તેની પત્નીએ તમામ એપ ડાઉનલોડ કરી હતી.બંનેએ તેમાં લોન માટે ટ્રાય કરી ત્રણ એપ ak-loan, credit-bee, ring-app માંથી રૂ.20 હજારની લોન લીધી હતી.સતીષે લોન ભરપાઈ કરી દીધી હતી છતાં થોડા દિવસ બાદ તેને અલગ અલગ મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ અને મેસેજ કરી ધમકી મળતી હતી કે તમે વધુ રૂ.10 હજાર આપો નહીં તો તમારા ન્યૂડ ફોટા વાયરલ કરી દઈશું.સતીષે રૂ.10 હજાર પણ ભરી દીધા હતા. છતાં તેમના કોન્ટેક લિસ્ટમાં રહેલા સગાં સંબંધીઓને તેમના મોર્ફ ન્યૂડ ફોટા મોકલ્યા હતા. આ અંગે સતીષની પત્નીએ ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.