બિલકિસના અપરાધીઓને છોડવાના નિર્ણય મુદ્દે સુપ્રીમ સુનાવણી કરશે - At This Time

બિલકિસના અપરાધીઓને છોડવાના નિર્ણય મુદ્દે સુપ્રીમ સુનાવણી કરશે


- ગુજરાત સરકારના આદેશને સુપ્રીમમાં પડકારાયો- બિલકિસ બાનો વતી વકીલ કપિલ સિબ્બલ, અપર્ણા ભટે કરેલી દલિલો અંગે વિચારવા મુખ્ય ન્યાયાધીશ તૈયારનવી દિલ્હી : ગુજરાત રમખાણો સમયે બિલકિસ બાનો નામની ગર્ભવતી મહિલા પર ગેંગરેપ ગુજારનારા અપરાધીઓને ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટના રોજ જેલમાંથી છોડી મુક્યા છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું છે કે અમે આ અરજીની સુનાવણી કરવા અંગે વિચારીશું. ગુજરાત સરકારના અપરાધીઓને છોડી મુકવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલ અને અપર્ણા ભટ દ્વારા કરવામાં આવી છે, તેઓએ કોર્ટમાં જે દલીલો કરી હતી તેની મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષતામાં ગઠીત બેંચે નોંધ લીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી કરવા માટે પણ તૈયાર થઇ ગઇ છે. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે બિલકિસ બાનો તે સમયે ગર્ભવતી હતી, છતા તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૮માં બધા જ ૧૧ અપરાધીઓને ઉમર કેદની સજા આપવામાં આવી હતી. આ અપરાધીઓએ ૧૫ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. હાલમાં ૧૫મી ઓગસ્ટના રોજ અચાનક જ ગુજરાત સરકારે આ અપરાધીઓને જેલમાંથી છોડી મુક્યા હતા. જેને પગલે ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગઇ છે અને ટૂંક સમયમાં મામલાને સુનાવણી માટે લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું છે કે અમે સુનાવણી કરવા અંગે વિચારીશું.   


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.