સૌથી ધનવાન કોંગ્રેસી કેજીએફ બાબુએ 350 કરોડ દાન કરવાની જાહેરાત કરી - At This Time

સૌથી ધનવાન કોંગ્રેસી કેજીએફ બાબુએ 350 કરોડ દાન કરવાની જાહેરાત કરી


- યુસુફ શરીફે ચિકપેટ ટિકિટ પર દાવો પણ કરી દીધો- 1,743 કરોડની સંપત્તિના માલિક મતવિસ્તારના 50 હજાર કુટુંબને પાંચ-પાંચ હજાર રૂપિયાનો ચેક આપશેબેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસના નેતા કેજીએફ બાબુ એટલે કે યુસુફ શરીફ લાઇમલાઇટમાં છે. તે હાલમાં ન તો ઉમેદવાર છે કે ન તો કોંગ્રેસમાં હોદ્દેદાર છે. પણ તેમણે જાતે કોંગ્રેસની ચિકપેટની ટિકિટ પર દાવો કરી દીધો છે. તેની સાથે તેમણે સ્થાનિક લોકો પાછળ ૩૫૦ કરોડ રુપિયા આપવાની યોજનાની જાહેરાત કરી દીધી છે. રિયલ એસ્ટેટ પહેલા સ્ક્રેપનો કારોબાર કરનારા શરીફ આ પહેલા ત્યારે પ્રકાશમાં આવ્યા હતા જ્યારે તેમણે ૨૦૨૧માં બેંગ્લુરુ સીટ માટેના સોગંદનામામાં ૧,૭૪૩ કરોડ રુપિયાની સંપત્તિની જાહેરાત કરી.આમ તેમણે કર્ણાટકના લઘુ ઉદ્યોગ અને નગર પ્રશાસન મંત્રી એમટીબી નાગરાજને સંપત્તિના મામલામાં પાછળ છોડી દીધા હતા. તેમની સંપત્તિ ૧,૨૦૦ કરોડ રુપિયા હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં યોજાવવા ને હજી ઘણો સમય બાકી છે, પરંતુ રાજધાની બેંગ્લુરુના મિલર્સ રોડ સ્થિત પોતાના મહેલ જેવા ઘરમાં બેઠેલા યુસુફ શરીફ ઉર્ફે કેજીએફ બાબુ ચૂંટણીની ટિકિટ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોને મળવામાં વ્યસ્ત છે. કોંગ્રેસમાંથી બેંગ્લુરુની ચિકપેટ વિધાનસભા બેઠક માટે પોતાને દાવેદાર ગણાવતા તેમણે આ ઘોષણાપત્ર જારી કર્યુ છે. શરીફે પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨થી ૨૦૨૭ સુધીમાં શિક્ષા અને કલ્યાણ યોજના માટે પોતાના મતવિસ્તારમાં દરેક ઘરને પાંચ હજાર રુપિયા પ્રદાન કરવા માટે વ્યક્તિગત ભંડોળમાંથી ૩૫૦ કરોડ રુપિયા ખર્ચવાની યોજના બનાવી છે.આ ઘોષણા પછી તે પોતાના ઘરે બેઠકો યોજી રહ્યા છે. પોતાના ચેક વિતરણ અભિયાન માટે લોકોની સલાહ માંગી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હું ચૂંટણીને ધ્યાનમાં રાખીને રુપિયા વહેંચતો નથી. હું જે વિસ્તારમાં મોટો થયો છું ત્યાં લોકોની મદદ કરવા માંગુ છું. મેં સમાજ પાસેથી જે મેળવ્યું છે તે તેને પરત આપવા માંગુ છું. હું કેટલાય વર્ષોથી સમાજસેવા કરી રહી છું. તમે મને જોઈ રહ્યા છો કે મારુ કામ કેટલાય વર્ષો પહેલા શરુ થયુ હતુ. કોંગ્રેસ હાઇકમાન્ડ પાસેથી મંજૂરી મળી ચૂકી છે, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ૩૧ ઓગસ્ટ પહેલા મળી જશે. ચિકપેટ પોતાના વિસ્તારમાં ૫૦ હજાર કુટુંબને પાંચ-પાંચ હજાર રૂપિયા આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.