રસ્તા ખખડધજ થઈ જતાં કલેક્ટરે બેઠક બોલાવી રિપેરિંગ માટે ‘સૂચના’ આપી
ડામરના પ્લાન્ટ હજુ ચાલુ નથી થયા, મેટલિંગ ટકતા નથી, બ્લોક નખાતા નથી
હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાનના અધિકારીને તાકીદે બોલાવાયા
રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારથી માંડીને હાઈવે અને શહેરના રસ્તાઓ ખખડધજ બની ગયા છે. રોડના નબળા કામને કારણે દર વર્ષે ખાડાગ્રસ્ત બને છે. જેને લઈને જિલ્લા કલેક્ટરે પણ તાકીદથી બેઠક બોલાવી અધિકારીઓને સૂચના આપી છે.બેઠકમાં સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા ઓવરબ્રિજ, રોડ - રસ્તાઓ, ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, શહેરને જોડતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો, પંચાયત વિભાગના માર્ગો તેમજ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે સહિતનાં રોડ-રસ્તાઓના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી અને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.