બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જિલ્લા માહિતી કચેરીની મુલાકાતે - At This Time

બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જિલ્લા માહિતી કચેરીની મુલાકાતે


બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જિલ્લા માહિતી કચેરીની મુલાકાતે

બોટાદ માહિતી કચેરીની કામગીરીથી વાકેફ થતાં ધોરણ 9નાં વિદ્યાર્થીઓ.

બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ધોરણ-9નાં 90થી વધુ વિદ્યાર્થીઓએ બોટાદ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ કચેરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન કચેરીના વડા સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા જે. વ્યાસે વિદ્યાર્થીઓએ માહિતી કચેરીનું મહત્વ, કચેરીની રોજબરોજની કામગીરી તેમજ વિશેષ કામગીરી વિશે પણ જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓએ માહિતી કચેરી દ્વારા દર પંદર દિવસે પ્રકાશિત થતાં ગુજરાત મેગેઝિન વિશે પણ જાણકારી મેળવી તેનો અભ્યાસ કર્યો હતો.વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદન ખાતે સ્થિત આ કચેરીની મુલાકાત બાબતે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમને આજે રાજ્ય સરકારના માહિતી વિભાગની કામગીરી વિશે ઘણું નવું જાણવા મળ્યું છે, સાથોસાથ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં ગુજરાત પાક્ષિકમાંથી રાજ્ય સરકારની વિવિધ લોકોપોયોગી યોજના વિશે તેમજ સરકારની કામગીરી બાબતે તો રોજગાર સમાચારમાંથી સરકારી ભરતી વિશે પણ ઘણું જાણવા-સમજવાં મળ્યું છે. રોજગાર સમાચારમાં આવતું ક્વીઝ કોર્નર અમારાં જેવાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.આ તકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુલાકાત દરમિયાન જિલ્લા માહિતી કચેરીનાં સ્ટાફે બાળકોને ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પ્રકાશનો બાબતે વિગતવાર માહિતી આપી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.