કોળી અને ઠાકોર સમાજના સંગઠનોને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના 33 જિલ્લાના કલેકટર તેમજ ગુજરાતની અંદર ચાલતા કોળી અને ઠાકોર સમાજના સંગઠનોને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે ગુજરાતની અંદર 38% કોળીને ઠાકોર સમાજની હોય તેમ છતાં ગુજરાતની અંદર માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજના લોકોની વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવતી હોય અને સમાજ પછાત હોય તેમ છતાં રાજકીય કોળી અને ઠાકોર સમાજના આગેવાનો સરકાર પાસે એક પણ વાર આ વાત કરતા ન હોય તો આવા સમાજના નામે રાજકારણ કરતા રાજકીય શોષણ ખોરોનું અને ઠાકોર અને કોળી સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કરતી ચાલુ સરકારને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ સાથે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એક થઈને આંદોલન શરૂ કરવા જઈ રહ્યું છે તેમાં જે પાર્ટી સમાજને સાંભળશે સમાજની વાત કરશે પછી સમાજના આગેવાનો હોય કે સમાજના નામે બની બેઠેલા ધારાસભ્યો સંસદસભ્યો મંત્રીશ્રીઓ હોય કે સમાજના નામે ચરી ખાતા સંગઠનો હોય કે પછી ગુજરાતની સરકાર હોય તે માત્રને માત્ર કોળી અને ઠાકોર સમાજના ઉત્થાન ની વાત કરશે તેને સમર્થન આપવામાં આવશે બાકી આ તમામ લોકોને જડમૂળથી ઉખાડી નાખવા આગામી દિવસોની અંદર સરકાર વિરુદ્ધ અને સમાજની અંદર સમાજ નું શોષણ કરતા વિરોધ ઓ સામે આંદોલનની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે અમારી સમસ્ત કોળી અને ઠાકોર સમાજની ૯ માગણીઓ છે તે માગણીઓ માં કોળી અને ઠાકોર સમાજના નિગમ ની અંદર બે હજાર કરોડથી વધારે ફંડ નાખવામાં આવે ઠાકોર અને કોળી સમાજના નિગમ ની અંદર પડેલી અરજીઓનો નિકાલ કરવામાં આવે એટલે કે લોન આપવામાં આવે સમાજની વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે કોળી ઠાકોર સમાજની વસ્તી ગણતરી કરવામાં આવે તેમ જ કોળી ઠાકોર સમાજ ના દીકરાઓ માટે ભણવા માટે હોસ્ટેલની દરેક જિલ્લામાં વ્યવસ્થા કરી આપવામાં આવે ગુજરાતની અંદર માંધાતા ધામ વેલનાથ બાપુ ધામ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે આવા મુદ્દાઓને ધ્યાને લઇ કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એક થઈ ગુજરાત સરકારના પાયા હચમચાવી નાખવા માટે એક થવા જઈ રહ્યા છે ત્યારે સરકારને અગાઉ જાણ કરવામાં આવ્યો હતો પણ અનેકવાર પત્રોથી જાણ કરવામાં આવી છે પણ ગુજરાતની અંદર માત્ર ને માત્ર કોળી ઠાકોર સમાજનો વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની વાત સાંભળવામાં નથી આવતી જેથી કરી આ સરકાર ને જડ મૂળ માંથી ઉખાડી ફેંકવા કોળી અને ઠાકોર સમાજ એકતા મિશનને સંકલ્પ કર્યા કોળી ઠાકોર સમાજ એકતા મિશનના મુખ્ય કન્વીનર મુકેશભાઈ રાજપરા જણાવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.