વર્ષોથી બંધ પડેલી ગેસ ચિતા ચાલુ કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસ શરૂ. - At This Time

વર્ષોથી બંધ પડેલી ગેસ ચિતા ચાલુ કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસ શરૂ.


શહેર વિસ્તારમાં આવેલું જુના સમયનું રામનાથ સ્મશાન ગૃહ કે જ્યાં વર્ષોથી ગેસ ચિતા બંધ હાલતમાં છે , અને અવારનવાર ગેસ ચિતા ચાલુ કરવા રજૂઆતો કરવામાં આવી છે , પરંતુ હવે તંત્ર જાગ્યું હોય તેમ આ ગેસ ચિતા ચાલુ થાય તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી હોય તેમ જણાય છે . સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈ સાંજે રામનાથ સ્મશાન ગૃહની વિઝીટ કરી હતી અને બાદમાં જણાવ્યું હતું કે ગેસ ચિતાનો બેઝ અને ચીમની નવેસરથી ઊંચી બનાવાશે . હાલ ચીમની ની ઊંચાઈ 25 થી 30 ફૂટની છે , તે 100 થી વધુ ઊંચી ફૂટ લઈ જવાશે , જેથી વિસ્તારમાં લોકોને ધુમાડાની સમસ્યા ન રહે ગેસ ચિતા શરૂ થાય તે માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડીને તે મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવશે . દરમિયાન વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે જણાવ્યું હતું કે વર્ષોથી ગેસ ચિતા બંધ છે , અને રીપેરીંગ કરવાના બહાને ચિતા ખોલી હતી અને એ પછી કામ કર્યું જ નથી . આ મુદ્દે અવારનવાર પત્રો લખ્યા છે અને જનરલ બોર્ડમાં રજૂઆતો કરી છે . જનરલ બોર્ડના ઠરાવ મુજબ પૂરતા લાકડા પણ અપાતા નથી . તંત્ર ઠરાવ ઘોળીને પી ગયું છે . બાજુનું તળાવ સુંદર બનાવવાની વાત હતી , તેમાં કંઈ થયું નથી . સ્મશાન તરફ જતો રોડ પણ ખખડધજ હાલતમાં છે . આ રોડ સિમેન્ટ કોંકરેટનો બનાવવા વાયદા થાય છે , પણ રોડ ક્યારે બનશે ? અહીં જે ઘાસનું વેચાણ થાય છે તેનાથી ઢોરની સમસ્યા વધુ થાય છે . સ્મશાન ગૃહમાં લાકડાના ધંધાર્થીઓની જાહેરાત મુકાઈ છે તે નિયમ મુજબ પણ થઈ શકે નહીં .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.