કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પાટણ ની રાણકીવાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી, કાલિકા માતાના પાદુકાનું પૂજન કર્યું - At This Time

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પાટણ ની રાણકીવાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી, કાલિકા માતાના પાદુકાનું પૂજન કર્યું


કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગઇકાલથી પાટણની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે કાલિકા માતાનાં મંદિરે દર્શન કરી માતાજીના પાદુકાનું પૂજન અને આરતી કરી હતી. દર્શન કર્યા બાદ રાણકી વાવની મુલાકાત લીધી હતી. વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવની મુલાકાત દરમિયાન તેઓએ બેનમૂન નકશીકલાને નિહાળી અભિભૂત થયા હતા.રાણકી વાવની મુલાકાત માટે તેઓએ ટિકિટ ખરીદી હતી. જે બાદ રાણકી વાવની મુલાકાત લીધી હતી.

રાણકી વાવની મુલાકાતે આવેલા કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયેલે રાણકી વાવની મુલાકાત બાદ વિઝીટર બુકમાં રાણકી વાવની મુલાકાત બાબતે નોંધમાં લખ્યું હતું કે, રાણકી વાવ એકદમ વિશિષ્ટ પ્રકારની વાવ છે. રાણકીવાવ જોવાનો એક અદ્ભુત અનુભવ રહ્યો છે. સ્થાપત્ય કલા, શાસ્ત્રની બેનમૂન કલાનો અદભુત આ નજારો છે અને આ સાચે જ ઉમદા ઝીણવટ ભરેલી કોતરાણી આપણને એક વાર્તા કહે છે. સમગ્ર સંકુલની આટલી સુંદર જાળવણી માટે હું એએસઆઇ અને તેમની ટીમને શુભેચ્છાઓ આપું છું.

મીડિયા સાથેવી વાતચીતમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાણીકી વાવ એક સુંદર કલ્પના છે. જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહી મળે. એક રાણીએ પોતાના પતિની યાદમાં લોકો માટે પાણીની સુવિધા માટે વાવ બંધાવી એ ભારતની એક પરંપરા છે. જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળશે નહિ. રાણીની વાવમાં રહેલી કલાત્મક કોતરણી વાળી મૂર્તિઓ, પથ્થરોને જોડી રાખવા માટે જે ઇન્ટરલોકકિંગની સિસ્ટમ છે. જે આપણા ભારત દેશના ઇતિહાસને ઓળખ બતાવે છે. અહીં જે રાણીની વાવમાં રહેલી મૂર્તિઓમાં સ્થાપત્યની કલાની એક વાર્તા રહેલી છે તે અદભૂત છે.

કેન્દ્રીય મંત્રી ત્યારબાદ પાટણની શાન એવાં પટોળા નિહાળવા માટે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં પટોળા બનાવટની સમગ્ર પ્રક્રિયાથી તેઓ અવગત બન્યા હતા. પટોળાનું વણાટ કામ તેમજ તેના ઐતિહાસિક મૂલ્યની વિગત પણ મેળવી હતી. મંત્રી દ્વારા પટોળા બનાવતા કારીગરોની સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય મંત્રીના પિયુષ ગોયલના આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.