મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને નાયક બનવાનું ભારે પડ્યું
- યે અંદર કી બાત હૈ, ખાતા છિનવાયા કેમ....- પૂર્ણેશ મોદીને માર્ગ મકાન વિભાગમાં મનમાની નડી, માનિતા PAએ મંત્રીપદ છિનવ્યું અમદાવાદ, સોમવારપ રૃપાણી સરકારની વિદાય બાદ રચાયેલી નવી ભાજપ સરકારને હજુ એકાદ વર્ષ માંડ થયુ છે ત્યાં બે સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છિનવી લેવાયા છે. હવે લોકોમાં એક જ સવાલ ઉઠયો છેકે, એવુ તો શું થયુ કે, અચાનક જ ખાતા લઇ લેવાયા... તેનુ કારણ શું..... રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ લઇ લેવા પાછળના કારણો...- મહેસૂલ વિભાગમાં વકરેલાં ભ્રષ્ટાચારને નાબૂદ કરી શક્યા નહી- ૫૦૦થી વધુ પેન્ડિંગ ફાઇલો, નિરાકરણ વિના પડી રહી- સરકારી કચેરીમાં દરોડા પાડીને નાયક બનવાનુ ભારે પડ્યુ- સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી જ અદા કરી નહી- મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે અયોગ્ય વર્તન- કાયદા સહિત અન્ય વિભાગમાં નિરસતા દાખવી- ભૂમાફિયા સામે કુણી લાગણી રાખી કાર્યવાહી જ કરી નહી- વડોદરાના આંતરિક રાજકારણમાં સતત વિવાદોમાં રહ્યા- પક્ષના નીતિનિયમોથી અલગ રહ્યા- માનિતા બિલ્ડરોના કામો કર્યાપૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન વિભાગ લઇ લેવા પાછળના કારણો...- તૂટેલા રોડ વિશે બેજવાબદાર નિવેદન, સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ- ભાજપની ના હોવા છતાંય સત્તાવાર પીએને બદલે માનિતા પીએ મહેશ લાડ પાસે વિભાગના કામો કરાવ્યાં - એસટીમાં ડ્રાઇવર-કંડક્ટરની બદલીઓમાં મનમાની ચલાવી- માર્ગ મકાન વિભાગની નબળી કામગીરી- ભાજપના ટોપના નેતાઓ સાથે સીધો ટકરાવ- પક્ષ દ્વારા થતી ભલામણોનો ઇન્કાર- વ્યક્તિગત એપ બનાવી સરકારને બદલે પોતાની લોકપ્રિયતા મેળવવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.