વડોદરામાં હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી: અનેક શ્રદ્ધાળુ જોડાયા - At This Time

વડોદરામાં હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી: અનેક શ્રદ્ધાળુ જોડાયા


વડોદરા,તા. 22 ઓગષ્ટ 2022,સોમવારવડોદરામાં નીકળેલી કાવડ યાત્રામાં સાધું સંતો સહિત 300થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હતા. અને રાજમાર્ગો બમ બમ ભોલેના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરમાં આવેલ સિધ્ધનાથ તળાવ પાસેથી સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત નવમા વર્ષે આ કાવડ યાત્રા યોજાઈ છે. ત્યારે તેમાં વડોદરા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા 2014 થી વિશ્વના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શિવનગરી વડોદરા શહેરમાં આજે સોમવારે કાવડ યાત્રા નીકળતા શહેર શિવમય બનવા પામ્યું હતું. 13 ફૂટ ઊંચી આદિ યોગીની પ્રતિમા સાથે નીકળેલી કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. નવનાથ મહાદેવની કૃપાથી વડોદરાની જનતા ફલીફુત થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.