વહેલી સવારે ચાર કલાકે ધરોઈમાંથી છોડાયેલ પાણી વાસણા બેરેજના દરવાજા ખોલાતા અમદાવાદથી વહી ગયું - At This Time

વહેલી સવારે ચાર કલાકે ધરોઈમાંથી છોડાયેલ પાણી વાસણા બેરેજના દરવાજા ખોલાતા અમદાવાદથી વહી ગયું


        અમદાવાદ,ગુરુવાર,18 ઓગસ્ટ,2022રાજયમાં પડેલા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાંથી થયેલી પાણીની
આવકને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમમાંથી૫૦ હજાર કયુસેકથી વધુ
પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.જે ગુરુવારે અમદાવાદ આવી પહોંચતા વાસણા
બેરેજના  ૨૪ દરવાજા ખોલી નાંખવામાં આવતા
પાણી અમદાવાદથી વહી ગયુ હતું.સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ઈસ્ટ અને વેસ્ટ વિભાગમાં
ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી હતી.

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતા  ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થવા પામી
હતી.ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એ અગાઉ સંત સરોવરમાંથી ૩૦ હજાર કયુસેક પાણી
છોડવામાં આવતા આ પાણીની અસર અમદાવાદ સવારના ચારની આસપાસમાં  જોવા મળી હતી.દરમિયાન  અમદાવાદના વાસણા બેરેજના ૨૪ દરવાજા ખોલી
નાંખવામાં આવતા પાણી આગળ વહી રહ્યા હતા.ધરોઈમાંથી પાણીનો વધુ જથ્થો છોડવામાં આવતા
આ પાણી સંત સરોવર મારફતે સાબરમતી નદીમાં છોડવામાં આવતા ગુરુવારે બપોર સુધી
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની અસર જોવા મળી હોવાનું મ્યુનિ.ના
સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિ.તંત્ર તરફથી અગમચેતીના ભાગરુપે
રીવરફ્રન્ટ વોક-વે લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો.ઉપરાંત ફાયર વિભાગની બે ટીમને
લોકોને સાવચેત રાખવા મુકવામાં આવી હતી.સાબરમતી નદીમાં છોડવામાં આવેલ પાણી ધોળકા
તરફ આગળ વહી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.