CNGના સરકાર ભાવ ઘટાડો તે પછી ૭ દિવસ ભાવ ન ઘટાડતી કંપનીઓ - At This Time

CNGના સરકાર ભાવ ઘટાડો તે પછી ૭ દિવસ ભાવ ન ઘટાડતી કંપનીઓ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારકોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કંપનીઓ મનફાવે ત્યારે વધારો કે ઘટોડી કરી દઈને વાહન ચાલકો, રિક્ષા ચાલકો અને રસોઈઘરમાં પાઈપ્ડ નેચરલ ગેસ વાપરનારાઓ તથા ઔદ્યોગિક પ્રોસેસ માટે પીએનજી વાપરનારાઓની હાલાકીમાં વધારો કરી રહ્યા છે. સરકાર ભાવ ઘટાડી આપે છતાંય દિવસો સુધી કંપનીઓ તેના ભાવ ન ઘટાડીને પ્રજાને ખંખેરી રહી છે. સરકાર તરફથી મળતી પૂરી રાહતો પ્રજાને ન પહોંચાડીને પણ કંપનીઓ નફાખોરી કરીરહી છે. મુંબઈની મહાનગર ગેસે ભાવમાં રૃા. ૬નો ઘટાડો કર્યો તેની સામે ગુજરાતની કંપનીઓએ માત્ર રૃા.૩.૪૮નો જ ઘટાડો કર્યો છે. આ ઘટાડો પણ ચાર દિવસ મોડો કર્યો છે. આમ મોંઘવારી માટે બદનામ સરકાર થાય છે, પરંતુ નફાખોરી સિટી ગેસ કંપનીઓ કરી રહી છે. એક જ વર્ષમાં ગેસના કિલોદીઠ ભાવમાં રૃા. ૨૬થી વધુનો વધારો કરી દઈને હવે રૃા. ૩.૪૮નો ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપ્યા ને નામે કંપનીઓ પોરસાઈ રહી છે. અમદાવાદમાં વાસ્તવમાં ઘટાડો રૃા. ૪.૭૦નો આવવો જોઈએ. તેનું કારણ આપતા ગેસ માર્કેટના જાણકારો કહ ેછે કે કેન્દ્રએ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ સસ્તા દામે આપવામાં આવતા ગેસનો જથ્થોે ૮૫ ટકાથી વધારીને સપ્ટેમ્બર ૨૦૨૨ના અંત સુધીના ગાળા માટે ૯૪ ટકા કર્યા છે, પરંતુ તે પ્રમાણે ઘટાડો કરતાં પહેલા જ સીએનજીના ભાવમાં ફટાફટ વધારો કરી દીધો હતો. આમ સીએનજીનો ભાવ માત્ર ઘટાડયો હોવાનો દેખાવ જ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે ત્યારે ઘડીનો પણ વિલંબ કર્યા વિના સિટી ગેસ વિતરણ કંપનીઓ તેમના ગેસના ભાવ વધારી દે છે. પરંતુ ઘડાડો આપવાનો આવે ત્યારે પાંચ સાત દિવસ વિલંબ કરીને પ્રજાને ખંખેરી લે છે. અમદાવાદની સિટી ગેસ કંપનીએ રિક્ષામાં અને મોટરકાર સહિત અન્ય વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૮૭.૩૮થી ઘટાડીને રૃા. ૮૩.૯૦ કરવાનું નાટક કર્યું છે. આમ કિલોદીઠ ભાવમાં રૃા. ૩.૪૮નો મોટો ઘટાડો કર્યો હોવાનો દેખાવ કર્યો છે. આ ઘટાડો કરતાં પહેલા તેના ભાવમાં કિલોદીઠ રૃા. ૪.૫૦થી વધારાનો વધારો ઝીંકી દીધો હતો. ઓપન માર્કેટમાં ભાવ વધે કે ન વધે તો પણ ભાવ વધારો કરવાનું કોઈને કોઈ કારણ શોધી લે છે. કારણ વિના પણ ભાવનો વધારો લોકોને માથે ઝીંકવામાં આવી રહ્યો છે. પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગ પરેશાન છે. નરોડાના સિરામિકના યુનિટોન કામ કરવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. તેમને અત્યારે ક્યુબિક મીટર ગેસના રૃા. ૭૭ ચૂકવવા પડી રહ્યા છે. બીજીતરફ ઘર ઘરના રસોડામાં સ્થાન જમાવી દેનાર પીએનજીના ભાવ પણ ગમે ત્યારે બદલવામાં આવે છે. રસોડામાં વપરાતા પીએનજીનો ભાવ થોડા સમય પહેલા જ રૃા. ૩.૨૦ વધારીને રૃા. ૫૪.૧૦ કરવામાં આવ્યો હતો.  સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ મનસ્વી રીતે કુદરતી ગેસના ભાવ વધારી રહી હોવાથી એક શહેરમાં એકથી વધુ કંપનીઓને કુદરતી ગેસના વેચાણ કરવા માટેના અધિકાર આપવાની માગણી પણ કરવામાં આવી રહી છે. (બોક્સ)ચાર માસમાં રૃા. ૯નો વધારો કરીને  હવે રૃા. ૩.૪૮નોઘટાડો કર્યોસીએનજીના ભાવમાં આડેધડ વધારો કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવ વધી રહ્યા હોવાનું કારણ આગળ કરીને તેઓ ભાવ વધારતા રહ્યા છે. પહેલી એપ્રિલ ૨૦૨૨થી બીજી જુલાઈ ૨૦૨૨ના ત્રણ જ મહિનાના ગાળામાં સીએનજીના કિલોદીઠ ભાવમાં રૃા. ૪.૪૦થી વધુનો વધારો ઝીંકી દીધો હતો. ત્યારબાદ જુલાઈ મહિનાથી ૧૫મી ઓગસ્ટ સુધીના ગાળામાં બીજો રૃા. ૪.૫૦થી વધુનો વધારો ઝીંકી દીધો હતો. આ સ્થિતિમાં મોનોપોલી તોડે અને સ્પર્ધા થવા તે તેવી માગણી કરવામાં આવી છે. એક કરતાં વધુ સપ્લાયર હશે તો કંપનીની મોનોપોલી તૂટશે અને મનસ્વી ભાવ વધારો કરવાનું વલણ ઘટશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.