કથળેલી આર્થિક સ્થિતિ છતાં અમદાવાદ મ્યુનિ.ના કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો આપવા નિર્ણય
અમદાવાદ,ગુરુવાર,18
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથળેલી આર્થિક પરિસ્થિતિને
ધ્યાનમાં લઈ જી.એસ.એફ.સી.પાસેથી ૩૫૦ કરોડની લોન લેવા નિર્ણય કરાયો છે.બીજી તરફ
મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થામાં ત્રણ
ટકા વધારો આપવાનો નિર્ણય કરાતા તિજોરી ઉપર મહિને ૫.૫ કરોડનો આર્થિક બોજ
પડશે.કર્મચારીઓ અને પેન્શનરોને મળતુ મોંઘવારી ભથ્થુ હવે વધીને ૩૪ ટકા ઉપર પહોંચ્યુ
છે.ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરાશે.મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય
લેવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ફરજ બજાવતા ૨૫,૭૦૦ જેટલા
કર્મચારીઓ ઉપરાંત ૧૩,૭૦૦
જેટલા પેન્શનરોને હાલમાં મળતા ૩૧ ટકા જેટલા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો
આપવા નિર્ણય કરાયો છે.તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પહેલી જાન્યુઆરી-૨૦૨૨થી
મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી સાતમા પગાર પંચ મુજબ મુળ પગારના કુલ ૩૪
ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે.જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત માસના
ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થાની ચૂકવણી ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.પહેલો હપ્તો
સપ્ટેમ્બર પેઈડ ઈન ઓકટોબર,બીજો
હપ્તો ઓકટોબર પેઈડ ઈન નવેમ્બર અને ત્રીજો
હપ્તો નવેમ્બર પેઈડ ઈન ડીસેમ્બર પગાર અને પેન્શનમાં ચૂકવવામાં આવશે.કથળેલી આર્થિક સ્થિતિ અને ૩૫૦ કરોડની લોન લેવામાં આવી રહી
છે.આ પરિસ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા નિર્ણય
લેવાથી શહેરના વિકાસકામો ઉપર અસર પડશે?
એવા સવાલના જવાબમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે કહયુ,૩૫૦ કરોડની લોન
શહેરના વિકાસકામો માટે લેવામાં આવી રહી છે.મોંઘવારી ભથ્થામાં વધારો આપવાથી
વિકાસકામો ઉપર અસર નહીં થાય.મોંઘવારી ભથ્થાનો અમલ આપતા અગાઉ મ્યુનિ.ના નાણાં વિભાગ
તરફથી પણ નેગેટિવ રીમાર્ક આપવામાં આવી હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિ.સંલગ્ન સંસ્થાઓને નાણાંકીય તરલતા જોઈ અલગ ઠરાવ કરવા
સુચનામ્યુનિ.ના સત્તાધીશો દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો આપવાના
નિર્ણયથી શહેરના વિકાસકામો ઉપર અસર નહીં પડે એવા નિવેદનની વચ્ચે મ્યુનિ.કોર્પોરેશન સંલગ્ન ગ્રાન્ટ લેતી સંસ્થાઓ
મા.જે.પુસ્તકાલય, મ્યુનિસિપલ
સ્કૂલબોર્ડ ઉપરાંત વી.એસ.હોસ્પિટલે મોંઘવારી ભથ્થાનો અમલ કરતા અગાઉ નાણાંકીય તરલતા
જોઈ આ અંગે અલગથી ઠરાવ કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(નાણાં)એ પરિપત્ર કરી સુચના
આપી છે.મ્યુનિ.અધિકારીઓમાં વિદેશ પ્રવાસની મોસમ,મેયરે વિદેશ જવા
ઈન્કાર કર્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનની કથળેલી આર્થિક પરિસ્થિતિની વચ્ચે
૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન જાકાર્તા ખાતે યોજાનાર અર્બન-૨૦ ઈવેન્ટમાં ભાગ લેવા
મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખરસાણને મોકલવા સ્ટેન્ડીંગ કમિટીમાં તાકીદની
દરખાસ્ત મંજુર કરાઈ હતી.આ અગાઉની કમિટીમાં ઓકટોબર મહિનામાં મ્યુનિસિપલ કમિશનર અને
મેયરને સ્પેન ખાતે મોકલવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.જોકે મેયર કીરીટ પરમારે સ્પેન
અને બાદમાં ઈન્ડોનેશિયા પ્રવાસમાં જવા પણ ઈન્કાર કરી દીધો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.