પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો લાઇવ વિડિયો બનાવતા એડવોકેટ ઉપર જાહેરમાં હુમલો - At This Time

પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો લાઇવ વિડિયો બનાવતા એડવોકેટ ઉપર જાહેરમાં હુમલો


- એડવોકેટ મેહુલ બોઘરા અગાઉ પણ પોલીસના ફેસબુક લાઈવ કરી ચુક્યા છે- સરથાણા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરૂવારસુરતના સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો લાઈવ વિડીયો બનાવવમાં આવી રહ્યો હતો તે વેળાએ તેમની પર હુમલો કરવામાં આવ્યો હોવાનું મેહુલ બોઘરાએ જણાવ્યું છે. ઈજાગ્રસ્ત મેહુલ બોઘરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એડવોકેટ મેહુલ બોઘરા ઈજાગ્રસ્ત થયા છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે સરથાણા કેનાલ રોડ પર રીક્ષામાં ગેરકાયદે હપ્તા ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા અગાઉ મેં તે લોકોને આવા ઉઘરાણા નહી કરવા મેં વોર્નિંગ આપી હતી. તો સામે લોકોએ મને મારવાની ધમકીઓ આપી હતી. આજે લસકાણા પોલીસ ચોકી પાસે હું ગયો ત્યાં જ મારા પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો હતો. ટીઆરબી સુપર વાઈઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો લાઇવ વિડિયો બનાવતા એડવોકેટ ઉપર જાહેરમાં હુમલો#Surat #attackOnAdvocate pic.twitter.com/R4Kgjzoi0F— Gujarat Samachar (@gujratsamachar) August 18, 2022 ઉલ્લેખનીય છે કે મેહુલ બોઘરા અવાર નવાર ફેસબુક લાઈવ મારફતે પોલીસના ગેરકાયદે ઉઘરાણાનો પર્દાફાશ કરે છે. આજે તેઓ દ્વારા ફેસબુક લાઈવ દ્વારા આ વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરુ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.