મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો સોનાના તોલે ગણાય
મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો સોનાના તોલે ગણાય
----
કહેવાય છે કે મઘાના મોંઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેમાં પોરા (કીડાં) પડતા નથી અને મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું પાણી એવું ને એવું આખું વર્ષ રહે છે કોઈપણ રીતે તે બગડતું નથી પૌરાણિક માન્યતા પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે ઉપરાંત મઘા નું પાણી ગંગાજળ સમાન મનાય છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે" મઘા કે બરસે માતુ કે પરસે"એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરફ બુઝી જાય છે જેનાથી પાક પણ ખૂબ સારો થાય છે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.