સિટી બસની બ્રેક ફેલ, મહિલા સહિત 3ને ઠોકરે લઈ કાર-બાઈકમાં ભટકાઈ - At This Time

સિટી બસની બ્રેક ફેલ, મહિલા સહિત 3ને ઠોકરે લઈ કાર-બાઈકમાં ભટકાઈ


7 દી’થી પડેલી 23 ઈલેક્ટ્રિક બસના લોકાર્પણના કલાકમાં બની ઘટના

ટ્રાફિકથી ભરચક મક્કમ ચોકમાં સાંજની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો

રાજકોટ શહેરની સિટી બસ સેવામાં ખખડધજ થયેલી બસને કારણે ઘણા અકસ્માત થાય છે અને લોકોને હેરાનગતિ થાય છે પણ બુધવારે તો એક મહિલા સહિત 3ને ઠોકરે લઈ વાહનો સાથે ભટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રામવનના લોકાર્પણની સાથે જ મુખ્યમંત્રીએ રાજકોટમાં 23 નવી ઈલેક્ટ્રિક બસ અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સિટી બસ જોખમી છે તે તમામને બદલે હવે ઈલેક્ટ્રિક બસ મુકાશે પણ આ બસ છેલ્લા 7 દિવસથી રાજકોટમાં આવી ગઈ હતી છતાં જોખમી સિટી બસો બદલાઈ ન હતી અને લોકાર્પણના એક જ કલાક બાદ સાંજે 6 વાગ્યે શહેરના ગોંડલ રોડ ઓવરબ્રિજ પરથી મક્કમચોક આવતી સિટી બસ બેકાબૂ બની હતી એક કારને ત્રણ વખત ઠોકરે લઈને મહિલાચાલક સહિત 3 લોકોને ઠોકરે લીધા હતા બાદમાં એક વૃક્ષને ધરાશાયી કરીને ચોકમાં પાર્ક કરેલા બાઈક પર બસ ચડી ગઈ હતી ત્યારે બસ અટકી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.