પાલજની આઇઆઇટીમાં કોરોનાનું સંક્રમણ : બે વિદ્યાર્થીઓ પોઝિટિવ - At This Time

પાલજની આઇઆઇટીમાં કોરોનાનું સંક્રમણ : બે વિદ્યાર્થીઓ પોઝિટિવ


પીડીપીયુ,
જીએનએલયુ,કર્ણાવતી
બાદ હવેજીએનએલયુના ૪૮ દર્દીને ડિસ્ચાર્જ કરાયા આઇઆઇટીમાં મેડિકલ ટીમ દ્વારા ટેસ્ટીંગગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી
રાષ્ટ્રીયકક્ષાની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશ તથા દેશના અન્ય પ્રાંતમાંથી
વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીઓ આવતા હોય છે.તેમના દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાવવાની
શક્યતાઓ વધી જાય છે અગાઉ પીડીપીયુ,
જીએનએલયુ તથા કર્ણાવતી કોલેજ ઉપરાંત હવે પાલજમાં આવેલી આઇઆઇટીમાં પણ કોરોનાનો
ચેપ પ્રસર્યો છે. આઇઆઇટીના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં આવેલી નેશનલ તથા ઇન્ટરનેશનલ
ઇનસ્ટીટયુટમાં વિદેશથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને
મહેમાનો મોટી સંખ્યામાં આવતા હોય છે પરિવહનની સાથે સાથે કોરોના વાયરસ પણ તેમની
સાથે આવે છે અને તેમના મારફતે હોસ્ટેલ તથા યુનિ.માં વાયરસ ફેલાય છે. અગાઉ પીડીપીયુ
તથા જીએનએલયુ અને કર્ણાવતી કોલેજમાં આ પ્રકારે ચેપ ફેલાયો હોવાનું સામે આવ્યું
હતું ત્યારે હવે ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ પાલજની આઇઆઇટી ખાતે પણ
કોરોનાનો ચેપ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં હોસ્ટેલમાં રહેતા ૨૦ વર્ષની એક વિદ્યાર્થિની તથા એક
વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે આ બન્ને પોઝિટિવ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા
વખતથી અહીં જ છે અમદાવાદ સહિતના વિસ્તારોની વિઝીટ લેવાની હિસ્ટ્રી હોવાનું પણ સામે
આવી રહ્યું છે ત્યારે હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓમાં આ ચેપ ફેલાય નહીં તે માટે
ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે તો બીજીબાજુ કોર્પોરેશનની ટીમ દ્વારા ટેસ્ટીંગ
અને સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.