‘વેર આર યુ એટ ધી મોમેન્ટ’ લખાણથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નામે મેસેજ ફરતા થયા! - At This Time

‘વેર આર યુ એટ ધી મોમેન્ટ’ લખાણથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નામે મેસેજ ફરતા થયા!


યુનિવર્સિટીએ કહ્યું, આ ફ્રોડ મેસેજ હોય શકે છે, તમામ લોકો સાવચેત રહે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભીમાણીના નામે કોઈ વ્યક્તિએ કેટલાક લોકોને મેસેજ કરતા કુલપતિને જાણ કરાઇ હતીં. કુલપતિના નામનું આઈડી,ફોટો લગાવી કેટલાક લોકોને ‘હેલ્લો હાઉ આર યુ ડુઈંગ, વેર આર યુ એટ ધી મોમેન્ટ’ લખાણથી મેસેજ આવતા તેઓ પણ દુવિધામાં મુકાયા હતા અને તાકીદે જ યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી હતી. જોકે બાદમાં યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું કે, આ ફ્રોડ મેસેજ હોય શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.