રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત યુવક-યુવતી સગાઈ બાદ નાસીપાસ ન થયાં, પગભર થવા ઘૂઘરા વેચવાનું શરૂ કર્યું, મહિને 15 હજારની કમાણી
‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ કહેવત સાચી પાડતો પ્રેરણાત્મક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના થેલેસેમિયા મેજર યુવક-યુવતીએ સગાઈ કર્યાં બાદ મુશ્કેલીથી ડરવાના બદલે પગભર બનવા નિર્ણય કરી લારી ઉપર ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી છે અને ખુમારીથી જીવન જીવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી શરૂ કરેલી આ સફરમાં લોકોના સારા સહયોગથી તેઓ રોજિંદા 400થી 500 અને માસિક 12થી 15 હજારની કમાણી કરે છે. જોકે આ નવદંપતી માટે માત્ર કમાણી જ મહત્વની નથી, પરંતુ, ‘એવરી થીંગ ઇઝ પોસિબલ’નું સૂત્ર મહત્વ ધરાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.