ધો . ૧૨ માં ઓછા માર્ક્સ આવતા વિદ્યાર્થિનીનો આપઘાત. - At This Time

ધો . ૧૨ માં ઓછા માર્ક્સ આવતા વિદ્યાર્થિનીનો આપઘાત.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , લક્ષ્મીપુરા રોડ પર શિવાલય ડૂપ્લેક્સમાં રેહતા નારાયણભાઇ મહાતો વેપાર કરે છે . તેમનો મોટો પુત્ર તેમની સાથે ધંધામાં મદદ કરે છે . તેનાથી નાની પુત્રીએ એમ . સી . એ . સુધીનો અભ્યાસ કર્યો છે . અને સૌથી નાની પુત્રી કરૃણાએ હાલમાં જ ધો . ૧૨ ની પરીક્ષા પાસ કરી છે . તેને એમ . એસ . યુ . માં બીબીએ માં એડમિશન લેવું હતું . પરંતુ , સારા ટકા નહી આવતા એમ . એસ . યુ . માં તેને એડમિશન મળ્યું નહતું . તેના કારણે તે હતાશ થઇ ગઈ હતી . પરિવારજનોએ તેને સમજાવી હતી . નહતા . ગઇકાલે સાંજે મંદિરે જવા માટે મોટી બહેન તેને બોલાવવા તેના રૃમમાં ગઇ હતી . પરંતુ , રૃમનો દરવાજો બંધ હોવાથી તેને શંકા થઇ હતી . તેણે અન્ય પરિવારજનોને બોલાવતા તેઓએ બળ વાપરીને દરવાજો ખોલ્યો હતો . ત્યારે કરૃણાને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી . તેઓએ કરૃણાને નીચે ઉતારી ત્યારે તે તરફડિયા મારતી હતી . પુત્રીને તાત્કાલિક તેઓ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા . પરંતુ , તેનો જીવ બચાવી શક્યા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.