દહેગામના બિલ્ડર ભાવિન બ્રહ્મભટ્ટ અપહરણ કેસના ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો - At This Time

દહેગામના બિલ્ડર ભાવિન બ્રહ્મભટ્ટ અપહરણ કેસના ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો


અમદાવાદ,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારદહેગામના બિલ્ડર ભાવિન બ્રહ્મભટ્ટ અપહરણ કેસના ફરાર આરોપી અજય દેસાઈને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ ભાવિનભાઈએ આરોપીઓ પાસેથી ધંધાના કામે 30થી 40 લાખની રકમ લીધી હતી. આ નાણાંકીય લેતીદેતી મામલે વિવાદ થતા આરોપીઓએ ભાવિનભાઈનું અપહરણ કર્યું હતું. ગાંધીનગર જીલ્લાના દહેગામના બારોટવાડામાં સોલંકીવાસમાં પ્રીતિબહેન ભાવિનભાઈ બ્રહ્મભટ્ટએ આરોપી અજય દેસાઈ સહિત 4 જેટલા આરોપી વિરૂધ્ધ જુલાઈ,2022માં ફરિયાદ કરી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદીના પતિ ભાવિનભાઈનું અપહરણ કરી ચાંદખેડામાં ગોંધી રાખ્યા બાદ છોડી મુક્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ મુજબ ભાવિનભાઈએ આરોપીઓ પાસેથી વ્યવસાયિક કામ માટે 30થી 40 લાખ રૂપિયા ત્રણ મહિના માટે લીધા હતા. આ રકમ આરોપીઓએ પરત માંગતા ભાવિનભાઈ આપી ન શકતા તેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમબ્રાન્ચે આ ગુનાના વોન્ટેડ આરોપી અજય ઉર્ફ લાલો ઈશ્વરભાઈ દેસાઈની નાના ચિલોડા આસેથી ધરપકડ કરી હતી આરોપી અજયને વધુ તપાસ અર્થે દહેગામ પોલીસને સોંપવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.