વરાછામાં મીની બજારમાં બિલ્ડીંગના 100 ફુટ પેસેજનો ભાગ ધરાસાયી : 25 વાહનો દબાયા - At This Time

વરાછામાં મીની બજારમાં બિલ્ડીંગના 100 ફુટ પેસેજનો ભાગ ધરાસાયી : 25 વાહનો દબાયા


- સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારાનો અનુભવ કર્યોસુરત,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારસુરતમાં વરસાદી માહોલ વચ્ચે વરાછાના મીનીબજાર ખાતે સોમવારે બપોરે ડાયમંડ  બિલ્ડીંગનો લગભગ 100 ફુટ જેટલો લાંબો પેસેજનો ભાગ ધરાશાયી થયો હતો. જેને લીધે નીચે પાર્ક કરેલા 25 જેટલા વાહનો દબાઈ જતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં મીની બજાર ખાતે આવેલા બે માળનું શ્રેયસ ડાયમંડ સેન્ટર બિલ્ડિંગમાં વિવિધ હીરાના કારખાના તથા ઓફિસો સહિતની દુકાનો આવેલી છે. જોકે સોમવારે બપોરે આ બિલ્ડિંગમાં  કામદાર સહિતના વ્યક્તિઓ પાર્કિંગમાં વાહન પાર્ક કરીને કામ કરવામાં વ્યસ્ત હતા. જોકે બિલ્ડીંગના પહેલા માળનો અંદાજિત 100 ફૂટ જેટલો પેસેજનો ભાગ જોરદાર અવાજ સાથે ધરાશાયી થયો હતો. આ અવાજ સાંભળીને ત્યાં હાજર લોકોમાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. જોકે પેસેજનો ભાગ તૂટી પડવાથી નીચે પાર્ક 25 જેટલા વાહનો દબાઈ જતા નુકશાન થયું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે ઘસી ગયા હતા.  ફાયરજવાનોએ  અહી કાટમાળ નીચે દબાઈ ગયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી કરી શરૂ હતી. જોકે સતત 4 કલાક સુધી જીસીબી વડે કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. જ્યારે પાર્ક કરેલા વાહન પાસે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ ન હોવાનું ફાયર ઓફિસર જોરાવરસિંહ વાળાએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.