સિવિલના વિવિધ વોર્ડમાં દર્દીઓ પણ આઝાદીની ઉજવણી કરે તે માટે તિરંગો મુકવામાં આવ્યો
- કિડની બિલ્ડીંગમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથા કરાયસુરત,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારસુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સિવિલના વિવિધ વોર્ડમાં દર્દીઓ આને તેમના સંબંધીઓ પણ આઝાદીની 75 વર્ષની ઉજવણી કરે તે માટે તિરંગો મુકવામાં આવ્યો હતો આ સાથે સિવિલની કિડની બિલ્ડીંગમાં નર્સિંગ એસોસિએશન દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથા કરવામાં આવી હતી.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારે ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ એકત્ર થઈ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોલમાં ભેગા થઈ ડોક્ટર સહિતના કર્મચારીઓ હાથમાં તિરંગો રાખી દેશભક્તિના ગીતો ગાયા હતા. ત્યારબાદ સિવિલના વિવિધ વોર્ડમાં તથા કિડની બિલ્ડીંગ, ટ્રોમા સેન્ટરમાં આને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યો હતો. જોકે વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સંબંધી ઘરે જય સકત્તાના ના હતા જેથી તેઓ પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી શકે તે માટે રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યો હતો. સિવિલના ડોક્ટરો, ભાવિન સોલંકી સહિત તમામ એસ.આઈ, વર્ગ 4ના સહિતના કર્મચારીઓએ આર એમ ઓ કચેરી પાસે ખુબ સુંદર રીતે શણગાવવામાં આવ્યું હતું અને ત્યાં રંગોળી પણ પાડવામાં આવી હતી. એવું ડો. ઓનકાર ચૌધરીએ જણાવ્યું હતું.નર્સિંગ અગ્રણી કડીવાલાએ જણાવ્યું હતું આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી નર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલની કિડની બિલ્ડીંગ ખાતે સત્યનારાયણ કથા કરવામાં આવી હતી. કથામાં સિવિલના તબીબી અધિક ડો. ગણેશ ગોવેકર, કડીવાલા, કિરણભાઈ દોમડીયા, અશ્વિન પંડ્યા હાજર રહે છે. જોકે સિવિલમાં દાખલ જલ્દી સાજા થાય તથા કુદરતી અને માનવ સર્જિત આફત ન આવે અને લોકોનું સુખાકારી આરોગ્ય રહે તે હેતુથી કથા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.