આજે સિહોર તાલુકા કક્ષાના 76 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ કચેરી સિહોર દ્વારા સિહોર તાલુકા ના ઢુંઢસર ગામે કરવામા આવી.
આજે સિહોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઢુંઢસર ગામે એસ.ડી .એમ દિલીપસિંહ વાળા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજીને તિરંગા ને સલામી આપી હતી સિહોર નગર પાલિકા ના ટેક્સ વિભાગ ના સુપરવાઇઝર રાજેશભાઇ કાનજીભાઇ ટીંબલીયા ને " નલ સે જલ " યોજના, " ટેક્સ રીબેટ સ્કીમ " જેવી સરકારી યોજના અંતર્ગત શહેર ના નાગરિકો તથા સિહોર નગર પાલિકા સંસ્થા ને યોજનાકીય લાભ અપાવવા તથા ઉત્તરોતર ટેક્સ વસુલાત ની ટકાવારી વધારવા ની ઉત્કૃષ્ટ તથા સરાહનીય કામગીરી કરવા બદલ પી.આઇ. શ્રી કે.ડી.ગોહિલ સાહેબ ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામા આવેલ.
તેમજ " ફાયર અને ઈમર્જન્સી " વિભાગ ના " જાંબાજ " , ઉત્સાહી,અને કર્તવ્ય નિષ્ઠ ધર્મેન્દ્રભાઇ ડી.ચાવડા ને આગ, અકસ્માત, તથા " આપત કાલીન " સમયે બચાવ કામગીરી નિષ્ઠા તથા નિડર પણે ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ પી.આઇ. શ્રી કે.ડી.ગોહિલ સાહેબ ના હસ્તે " સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ખોડીયાર મંદિર ખાતે ગુજરાત પોલીસ હોમગાર્ડમાં ફરજ બજાવતા ગીતાબા વનરાજસિંહ ગોહિલને પણ સારી કામગીરી બદલ મામલતદાર શ્રી જાસપુરીયા સાહેબના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે એસ ડી એમ. શ્રી દિલીપસિંહ વાળા સાહેબ, મામલતદાર શ્રી જાસપુરીયા સાહેબ, પી.આઇ.શ્રી કે.ડી.ગોહિલ સાહેબ દ્વારા સિહોર નગર પાલિકા નાં સન્માનિત કર્મચારીઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.