સાબરકાંઠા માં સમય સાચવતો મેહુલિયો, ઈડર અને હિંમતનગરમાં મેગાવી માહોલ. ***** બંને તાલુકામાં અઢી-અઢી ઇંચ થી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી. ***
સાબરકાંઠા માં સમય સાચવતો મેહુલિયો, ઈડર અને હિંમતનગરમાં મેગાવી માહોલ.
*****
બંને તાલુકામાં અઢી-અઢી ઇંચ થી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી.
***
સાબરમતી ના કિનારે વસેલા સાબરકાંઠા જિલ્લાના લોકો આઝાદી ના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં લીન છે બીજી તરફ વીતેલા ૨૪ કલાકમાં ઈડર અને હિંમતનગરમાં મેઘરાજાએ ટી-૨૦ ઈનિંગ ખેલી હોય તેમ બંને તાલુકામાં અઢી-અઢી ઇંચ થી વધુ આકાશી નીર વરસાવતા સર્વત્ર જર બંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી હતી જો કે તલોદ અને પ્રાંતિજ તાલુકા ઉપર મેઘરાજાની સંતોષકારક મહેર જોવા મળી નથી જેથી ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે કેટલાક દિવસના વિરામ બાદ મેગાવી માહોલ છવાતા માત્ર તલોદ તાલુકાને બાદ કરતા જિલ્લાના અન્ય સાત તાલુકામાં વતા ઓછા પ્રમાણમાં આકાશી નિર વરસાવીને ભીંજવી નાખ્યા હતા જે પૈકી જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને અરવલ્લીની હારમાળાઓ માં વસેલા ઈડર તાલુકામાં ગઈકાલ રવિવાર સવારથી આજે સોમવારે સવાર સુધીમાં વાદળોના ગડગડાટ અને કડાકા ભડાકા સાથે મધરાતથી જ સચરાચર વરસાદ વરસાવી બંને તાલુકાને તરબતર કરી નાખ્યા છે. બીજી તરફ તલોદ અને પ્રાતિજ તાલુકા ઉપર વરુણદેવની કૃપા જોવા મળી રહી નથી
આ અંગે ફ્લડ વિભાગના સૂત્રો મુજબ ઈડર તાલુકામાં ૬૬ મી.મી. હિંમતનગર તાલુકામાં ૬૪ મી.મી. વડાલી માં૩૦ મીમી. ખેડબ્રહ્મામાં ૧૬.મી.મી. વિજયનગરમાં ૧૨ મી.મી. પોશીનામાં ૪ મી.મી. અને પ્રાંતિજમાં ૩ મી.મી. જ્યારે તલોદ તાલુકા ઉપર મેઘરાજાએ મોં ફેરવી લીધું હોય તેમ કૃપા વરસાવી રહ્યા નથી એટલે કે તલોદ તાલુકો કોરો કટ રહેવા પામ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ મિલાવીને ૫,૭૨૧ મી.મી. વરસાદ આઠ તાલુકામાં વરસી ચુક્યો છે જેમાં સર્વાધિક વરસાદ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ૯૩૧ મી.મી. અને ઇડરમાં ૮૪૦ મી.મી. તેમજ અનુક્રમે ત્રીજા નંબરે વડાલી માં ૮૨૩ મી.મી. સાદ નોંધાયો છે વર્તમાન મોસમમાં જિલ્લાના એક સમયના વર્ષો પહેલા લીલોતરી ધરાવતા વિસ્તાર તરીકે જેને ગણના થતી હતી તેવા પ્રાંતિજ તાલુકામાં સૌથી ઓછો વર્તમાન મોસમમાં ૪૬૯ મી.મી. વરસાદ વરસ્યો છે ઈડર અને હિંમતનગર તાલુકામાં નોંધપાત્ર વરસાદ નીચાણ વાળા વિસ્તારના માર્ગો પર પાણી વહેતા થયા હતા જેથી જગતનો તાત એવા ખેડૂતોમાં પણ સચરાચર વરસાદથી આનંદ છવાયો છે.
નોધનીય છે કે અષાઢ માસમાં જે રીતે વરૂણ દેવે હેલી વરસાવી તેવી હેલી શ્રાવણના પ્રારંભે સાબરકાંઠા વાસીઓના નસીબ નહોતી થઈ પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણ રહેતા તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.